• શનિવાર, 27 જુલાઈ, 2024

બારડોલી નજીક ધુલિયા હાઇવે પર   ટેમ્પો પલટી જતાં ત્રણના મૃત્યુ, સાતને ઇજા

            સતારાથી ટમેટા ભરી સુરત આવતા  અકસ્માત

સુરત તા. 24: બારડોલી નજીકથી પસાર થતા ધુલિયા હાઈ-વે પર કિકવાડ ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં  ટેમ્પો ચાલકે સ્ટિયારિંગ પરથી કાબુ ગુમાવતા  ટેમ્પો પલટી મારી ગયો હતો. મહારાષ્ટ્રથી ટમેટાં ભરીને નીકળેલો ટેમ્પો કીકવાડ ગામની સીમમાં અકસ્માત થયો હતો. ઘટના સ્થળે ત્રણના મોત થયાં હતાં. જ્યારે સાત વ્યકિતઓને ઇજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

સુરત ધુલિયા રોડ પર આજે વહેલી સવારે વધુ એક ગોઝારી ઘટના બની હતી. મહારાષ્ટ્રના સતારા નજીકથી ટમેટાં ભરીને એક ટેમ્પોમાં શાકભાજી વિક્રેતાઓ સુરત સરદાર માર્કેટ ખાતે નીકળ્યા હતા. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કીકવાડ ગામની સીમમાંથી આ ટેમ્પો પસાર થતી વેળાએ ટેમ્પો ચાલકે સ્ટિયારિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો.  ટેમ્પોમાં મોટા પ્રમાણમાં કેરેટમાં ટમેટાં ભરેલા હોય ટેમ્પો પલટી મારતા કુલ દસ વ્યક્તિઓ કેરેટ નીચે દબાયા હતા.   ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય સાત જેટલા ઇજાગ્રસ્તને તાત્કાલિક બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

 

મૃત્ય પામનાર વ્યક્તિની યાદી

(1) પિન્ટુ પિરાજી પવાર ઉ.વ.40 -  જી.નાશીક (મહારાષ્ટ્ર)

(2) ભાવસા પાંડુ માળી ઉ.વ.40 -  જી.નાશીક (મહારાષ્ટ્ર)

(3) સોનુ એકતા પાટીલ ઉ.વ.35 -  જી.નાશીક (મહારાષ્ટ્ર)

 

ઇ-પેપરના નવા શુલ્ક