• શનિવાર, 27 જુલાઈ, 2024

નિષ્પક્ષ તપાસ કરીશું, કસુરવારને છોડવામાં નહીં આવે : જઈંઝ અધ્યક્ષ સુભાષ ત્રિવેદી

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની એસઆઈટી તપાસ કરીને 72 કલાકમાં અહેવાલ આપશે

 

રાજકોટ તા.26: રાજકોટ ખાતેના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાવહ આગમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં રાજકોટના સ્થાનિક સત્તાવાળાઓ, ગેમ ઝોનના માલિકો, જવાબદાર અધિકારીઓથી લઈને ગુજરાત સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આટલી વિકરાળ આગ કેમ લાગી હતી. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીના અધ્યક્ષપદે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી છે. જઈંઝ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, આ ખુબ જ દુ:ખદ ઘટના છે, આ મામલે કોઈ પણ કસુરવારને છોડવામાં નહીં આવે અને દરેકને ન્યાય આપવામાં આવશે. યોગ્ય તપાસ થાય તે દિશામાં કાર્યવાહી થશે.

વધુમાં તેમણે કહ્યું કે આ મામલે તમામ સંલગ્ન વિભાગો અને લોકોની શું ભૂલ છે તે અંગેની તપાસ કરીશું. આ પ્રકારની ઘટના બીજીવાર ન થાય તે માટે અમે તેના મૂળ સુધી પહોંચીશું. અમે સંપૂર્ણ નિષ્ઠા અને ઇમાનદારીથી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ એસઆઇટીની ટીમ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ અંગેનો પ્રાથમિક અહેવાલ આગામી 72 કલાકમાં રાજ્ય સરકારને સુપરત કરશે. જ્યારે તમામ પાસાઓને આવરી લેતો વિગતવાર અહેવાલ 10 દિવસમાં સરકારને સોંપશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક