ખંભાળિયા,
તા.13: ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે ગત તા.10/8ના રોજ ભીંડા ગામ તરફ જતા રસ્તા ઉપર
અવાવરું કૂવામાંથી રાજેશ નથુભાઈ મંગેરા નામના યુવાનનો દોરડાથી પથ્થર સાથે બાંધેલી કોહવાઈ
ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી
પીએમ પેનલ સહિતની કામગીરી હાથ ધરવામાં
આવી
હતી.
આ સમગ્ર
ઘટના અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાતા તપાસ ભાળથર ગામે રહેતા ધરમદાસ ઉર્ફે ભીલો ભીખા
ગોંડલિયા નામના ઈસમને ઝડપી લઈ પૂછપરછ કરાતા આરોપીએ હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત
આપી હતી. બીજી તરફ પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ઈસમ વિરુદ્ધ રિમાન્ડની માગણી કરાતા
નામદાર કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
આ પ્રકરણ
અંગે અત્રેના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું
કે, ગત તા.10-08ના રોજ ખંભાળિયાના ભાળથર ગામે ભીંડા તરફ જતા રસ્તા ઉપર એક અવાવરું કૂવામાંથી
ભાડથર ગામના રાજેશ નથુભાઈ મંગેરા નામના યુવાનની દોરડા પથ્થર સાથે બાંધેલી કોહવાયેલી
હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ ખંભાળિયા પી.આઈ. સરવૈયા
દ્વારા હાથ ધરાતા તપાસ દરમિયાન ભાડથર ગામે રહેતા ધરમદાસ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ભોલો ભીખા
ગોંડલિયા નામના શખસને ઝડપી લઈ તેની પૂછપરછ કરાતા તેણે હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ
કબૂલાત આપી હતી.