શ્રેણી
હાર માટે સિનિયર ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને જવાબદાર ગણાવ્યા
સિડની,
તા.પ : ભારતને 3-1થી હરાવી ઓસ્ટ્રેલિયાએ એક દશક પછી બોર્ડર - ગાવસ્કર ટ્રોફી કબજે કરી
છે. આ ટ્રોફીનાં વિતરણ સમારંભમાં ફક્ત એલન બોર્ડરને જ બોલવવામાં આવ્યા હતા. સુનિલ ગાવસ્કર
મેદાન પર ઉપસ્થિત હતા છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમને નજરઅંદાજ કર્યા હતા. જેથી ભારતના
આ પૂર્વ મહાન બેટધર નારાજ છે. બાદમાં ગાવસ્કરે કહ્યંy, મને પુરસ્કાર વિતરણ સમારંભમાં
હાજર રહેવાથી ખુશી મળત. આખરે આ ટ્રોફી બોર્ડર-ગાવસ્કરનાં નામે છે. હું મેદાન પર જ હતો.
મને એ ફરક નથી પડતો કે આ ટ્રોફી ઓસ્ટ્રેલિયાને અર્પણ કરવાની છે.
કોહલી-રોહિત
સહિતના સિનિયર બેટધરોના કંગાળ દેખાવને લીધે 1-3થી શ્રેણી ગુમાવ્યા બાદ કોમેન્ટ્રી કરી
રહેલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયા અને તેના કોચિંગ સ્ટાફને આડે હાથ લીધા હતા. ગાવસ્કરે કહ્યંy,
અમે કોણ છીએ ? અમને તો ક્રિકેટ આવડતું નથી. ફક્ત ટીવી પર બોલીએ છીએ અને પૈસા લઈએ છીએ.
અમારી વાત ન સાંભળો. એક કાનથી સાંભળો બીજા કાનેથી કાઢી નાખો. ગાવસ્કરે આ કટાક્ષ ટીમ
ઇન્ડિયા પર કર્યો હતો. ગાવસ્કરે કહ્યંy, ઘરઆંગણે ન્યુઝીલેન્ડ પછી ઓસ્ટ્રેલિયામાં પણ
આપણી બેટિંગ ચાલી નહીં. આપણી બેટિંગમાં કોઈ દમ નથી. તેઓ ભૂલમાંથી શીખી રહ્યા નથી. આવા
કોચિંગ સ્ટાફને ચાલુ રાખવો કે નહીં તે નક્કી કરવું પડશે. કેટલાક ખેલાડીઓ પણ આકરા નિર્ણય
લેવાની પણ ગાવસ્કરે વાત કરી હતી.