સિડની,
તા.પ : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ઓસ્ટ્રેલિયાના હાથે 1-3થી ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના
ઇન્ચાર્જ કેપ્ટન જસપ્રિત બુમરાહે કહ્યંy કે, અમારી ટીમે શ્રેણીમાં સારી ટક્કર આપી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખેલાડીઓને જે અનુભવ મળ્યો તે ભવિષ્યમાં ટીમને કામ આવશે. આ સાથે
જ બુમરાહે કાંગારુ ટીમને જીતની હકદાર બતાવી હતી. બુમરાહે આ સિરીઝમાં 32 વિકેટ લીધી.
તે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ થયો. જો કે અંતિમ ટેસ્ટના બીજા દિવસે તે ઇજાગ્રસ્ત
થયો હતો. પોતાની ઇજા પર બુમરાહે કહ્યંy કે, ક્યારેક તો આપને આપનાં શરીરનું સન્માન કરવું
પડે છે. બુમરાહે સ્વીકાર્યું કે સિડનીની સ્પાઇસી વિકેટ પર બોલિંગ ન કરી શકવાનો તેને
અફસોસ છે.
બુમરાહે
કહ્યંy કે, આજે સવારે પણ અમે ગેમમાં હતા. અમે અંત સુધી હાર માનતા નથી. અમારા યુવા ખેલાડીઓને
આ શ્રેણીથી ઘણું શીખવાનું મળ્યું. અંતમાં બુમરાહે જણાવ્યું કે અમે ફરી એકત્ર થશું અને
આગળની સફર નિશ્ચિત કરશું.