• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ચીની વાયરસ : ભારતે WHO પાસે માહિતી માગી સ્વાસ્થ્ય મંત્રાલયે બેઠક બોલાવી, સ્થિતિ પર નજર

નવી દિલ્હી, તા.પ : ચીનમાં ફેલાયેલા નવા એચએમપીવી વાયરસ અંગે ભારત સરકાર સતર્ક છે અને આ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રાલયે બેઠક બોલાવી છે. ચીનની સ્થિત પર સરકારની નજર છે, ઉપરાંત ડબલ્યુએચઓને પણ આ વાયરસ સંબંધિત સચોટ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવા અનુરોધ કરાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેન્દ્ર સરકારની સ્થિતિ પર બરાબર નજર છે. આ સિઝનમાં આવા કેસોની સંખ્યામાં સામાન્ય રીતે વધારો જોવા મળતો હોય છે. ચીનમાં સ્થિતિ અસામાન્ય નથી. આ વાયરસ અંગે જે રિપોર્ટ સામે આવ્યા છે તે મુજબ તે મુખ્યત્વે ઇન્ફલુએન્ઝા વાયરસ, આરએસવી, એચએમપીવી છે જે સામાન્ય રોગ કારક છે. તે આ સિઝનમાં અસર બતાવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે આપણી સ્વાસ્થ્ય સેવાઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. શુક્રવારે સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલયના અધિકારી ડો.અતુલ ગોયલે પણ કહ્યું હતું કે, ચિંતાની કોઈ બાબત નથી. ચીનમાં સ્થિતિ સામાન્ય છે. આપણે માત્ર હવાથી ફેલાતા વાયરસોથી સાવધાની દાખવવાની જરૂર છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક