જીએસટીની ટીમે વિષ્ણુ પેકેજિંગ
અને અન્ય પાંચ કંપનીને ટેક્સ ચોરી મામલે 1500 કરોડ રૂપિયાની માગ કરતી નોટિસ ફટકારી
અમદાવાદ, તા.5: અમદાવાદમાં ઘણી
જગ્યા પર જીએસટીના દરોડા પડયા છે. મળતા અહેવાલ પ્રમાણે જીએસટી વિભાગની ટીમે વિષ્ણુ પેકાજિંગ અને અન્ય પાંચ
કંપનીઓને ટેક્સ ચોરી કરવાના મામલામાં 1500 કરોડ રૂપિયાની માગ કરતી નોટિસ ફટકારી છે,
જોકે કંપનીના માલિક દુબઈ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જીએસટીની તપાસમા
10 કરોડની કરચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ચાંગોદરમાં આવેલી વિષ્ણુ પેકેજિંગની
ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ ઋજઝ વિભાગના અધિકારીઓએ ચાંગોદર, અસલાલી,
સરખેજ વિસ્તારમાં આવેલી પાન ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. અમદાવાદ અને તેની આસપાસના
ક્ષેત્રોમાં 7થી 10 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં મોટી માત્રામાં
ટેક્સની ચોરી અંગેના દસ્તાવેજો ખાનગી ડાયરીઓ તેમજ કેટલાક હવાલાની એન્ટ્રીઓ પણ મળી આવી
છે. દસ્તાવેજ, ખાનગી ડાયરી, કાચી ચિઠ્ઠીઓ ઉપરાંત ઉત્પાદન અને વેચાણના દસ્તાવેજોનું
ક્રોસ વેરીફિકેશન શરૂ કરાયું છે.
ગુટકા અને પાન મસાલાના હોલસેલ
ડીલરોનાં નામ પણ જીએસટી વિભાગના અધિકારીઓને મળી ગયા છે અને છેલ્લાં પાંચ વર્ષમાં કેટલો
સપ્લાય કર્યો અને કેટલું વેચાણ કર્યું તેની વિગતો મેળવવામાં આવી રહી છે અને પ્રાથમિક
તપાસમાં 10 કરોડની અંદાજિત ટેક્સની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે
દરોડાની કામગીરી પૂર્ણ થયા બાદ
વધુ વિગતો બહાર આવવાની શક્યતાઓ છે.