• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 જવાન શહીદ

એરસ્ટ્રિપ પર લેન્ડિંગ સમયે દુર્ઘટના સર્જાતા ધ્રુવ હેલિકોપ્ટરમાં સવાર બે પાઇલટ સહિત 3નાં મૃત્યુ

 

પોરબંદર, રાજકોટ તા.5 : પોરબંદરના કોસ્ટગાર્ડના એર એન્કલી ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહીદ થયા હતા. એર એન્કલી ખાતે અકઇં ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ક્રેઈં થતા તેમાં જેમાં બે પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવાસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે  ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરે 12.30 વાગ્યાની આસપાસ પોરબંદર એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં પોરબંદર કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પોરબંદર એરપોર્ટ તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં એક કમાન્ડન્ટ એક ડેપ્યુટી કમાન્ડન્ટ અને એક પ્રધાન નાવિક હોવાનું જાણવા મળ્યું છે. કમાન્ડન્ટ સૌરભ 41 વર્ષના જ્યારે ડેપ્યુટી કમાન્ડન્ટ સુધીરકુમાર યાદવ 33 વર્ષના અને પ્રધાનમંત્રી નાવિક મનોજ કુમાર 28 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે.

પોરબંદરના એરપોર્ટના રનવે પર દુર્ઘટના નો ભોગ બનેલા હેલિકોપ્ટરના બનાવની યાદી કોસ્ટ ગાર્ડે મોડી સાંજે જાહેર કરી હતી. જેમાં એવું જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડનું એ. એલ.એચ.એમ કે -થ્રી હેલિકોપ્ટર પોરબંદર એરપોર્ટના રનવે પર દુર્ઘટનાનો ભોગ બન્યું છે જેમાં બે પાયલોટ અને એક એર ક્રુ ડ્રાઇવર મૃત્યુ પામ્યા છે તેઓ નિયમિત તાલીમ ઉડાન ઉપર હતા.

આ દુર્ઘટનાની જાણ થતા એરપોર્ટ સંકુલમાં આવેલા કોસ્ટગાર્ડ એર એનકલેવ ખાતેથી એરપોર્ટમાંથી ફાયર ફાઇટર પહોંચી ગયા હતા. તે ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકના ફાયર ફાઇટરને પણ દોડાવવામાં આવતા બે ફાઇાગયર ફાઇટર સાથે જવોના પહોંચી ગયા હતા અઁ પાણીનો મારો તાત્કાલિક ચલાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો આગર પર કાબુ મેળવતા હતા. એ દરમિયાન જ હેલિકોપ્ટર સંપૂર્ણપણે સળગી ગયું હતું અને તેમાંથી ત્રણ જવાનોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કાર્ય હતા. બનાવની જાણ થતા હોસ્પિટલ ખાતે પોરંબદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કોસ્ટગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઇ મોઢવાડિયા, જિલ્લા પોલીસવડા ભગીરથસીંહ જાડેજા સહિત અનેક આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. પોરબંદર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે પોરબંદર ખાતે જઈ રહેલી ફ્લાઇટને રાજકોટ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

ઘટનાના કારણોની થશે તપાસ 

પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા મોડી સાંજે પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી. જેમાં એવું જણાવ્યું હતું કે પોરબંદરના એરપોર્ટના રનવે પર દુર્ઘટનાનો ભોગ બનેલા હેલિકોપ્ટરના બનાવના કારણોની તપાસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે.

 

પ્રતિબંધિત વિસ્તારની તસવીરો, વીડિયો શેર થતા એજન્સીઓ દોડી !

 

પોરબંદરના એરપોર્ટ પાસે ઓવરબ્રિજ આવેલો છે અને ત્યાંથી સ્પષ્ટપણે આ રનવે દેખાય છે તેથી જ્યારે અકસ્માત બન્યો ત્યારે ત્યાંથી પસાર થતાં લોકોએ તેની તસવીરો ક્લિક કરવાથી માંડીને વિડિયો પણ લીધા હતા. જે સોશિયલ મીડિયામાં શેર થતાં સુરક્ષા એજન્સીઓ ચોકી ઉઠી હતી અને મુખ્ય હાઈવે પર સુરક્ષા એજન્સીના જવાનો ખડકાઈ ગયા હતા અને લોકોને ત્યાંથી દૂર જવા સૂચના આપતા હતા. આગ બુજાવા ગયેલા ફાયર બિગેડના જવાનોને પ્રોહીબીટેડ વિસ્તાર હોવાથી તસવીરો કે વિડિયો ક્લિક નહીં કરવા જણાવ્યું હતું પરંતુ સોશિયલ મીડિયામાં હાઇવે ઉપરથી લોકોએ વિડિયો મોબાઇલમાં કેદ કરીને શેર કર્યા હતા.

પોરબંદરમાં 4 મહિનામાં હેલિકોપ્ટર ક્રેશની બીજી ઘટના, 6 જવાનો શહીદ

આજથી 4 માસ પૂર્વે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ દરિયામાં બોટના ખલાસીના રેસ્કયૂ કરતી વેળાએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ધ્રુવ) ક્રેશ થવાની ઘટના બની હતી. તેમાં પણ ત્રણ જવાનો શહિદ થયા હતા. આજે પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા છે. છેલ્લા ચાર માસમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની બે ઘટનામાં છ જવાનો શહીદ થયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક