• શુક્રવાર, 18 જુલાઈ, 2025

સુરતમાં લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વધુ બે આરોપીને બિહારથી ઝડપી લેતી પોલીસ

સુરત, તા.15: સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં થોડા દિવસો પૂર્વે રાત્રીના સમયે થયેલી લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વધુ બે આરોપીઓ બિહારથી ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે દિપક પાસવાન નામના એક આરોપીને લોકોએ ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા. તે પૈકીના બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારથી ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક આરોપી હજી પણ ફરાર હોય તેની શોધખોળ ચાલી રહી છે.

શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં એક સપ્તાહ પુર્વે ચાર લુટારુઓએ લૂંટનો પ્રયાસ કરતા જ્વેલર્સ પેઢીના માલિક આશીષ રાજપરાએ તેઓએ રોકવાનો પ્રયાસ કરતા આશીષ પર ફાયરીંગ કરી લુટારુઓ ફરાર થઈ ગયા હતા. જો કે, દિપક પાસવાન નામના એક લુટારુને લોકોએ ઝડપી પાડી માર માર્યો હતો. જ્યારે અન્ય ત્રણ ફરાર થઈ ગયા હતા. ભાગી છુટેલા ત્રણ લુટારુ પૈકી 2 લુટારુને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારના એક ગામમાંથી ઝડપી પાડયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર છે.

ઇ-પેપરના નવા શુલ્ક