• બુધવાર, 12 માર્ચ, 2025

ગોવા, ગુજરાતની ચૂંટણી આપ એકલા હાથે લડશે : આતિશી મડગાંવમાં આપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા આતિશીનો દાવો

નવી દિલ્હી, તા. 11 : 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ આપ હવે બેકફૂટ ઉપર છે. આપ નેતા અને વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ આતિશીએ આગામી ચૂંટણીમાં ગઠબંધન અંગે મોટું નિવેદન આપ્યું છે. આતિશીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વિના ગોવા અને ગુજરાતમાં 2027ની ચૂંટણી એકલા હાથે લડશે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ મડગાંવમાં પક્ષ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા સમયે આ નિવદેન આપ્યું હતું.  પત્રકારો સાથે વાત કરતા આતિશીએ કહ્યું હતું કે પાર્ટી ગોવા અને ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. હજી સુધી ગઠબંધન અંગે કોઈ વાતચીત થઈ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025