• શુક્રવાર, 18 જુલાઈ, 2025

પાક.નેતાઓ-સૈન્યએ કરાવ્યો તો પહલગામ હુમલો

તોઈબાને કૃત્ય, વિદેશી આતંકીઓનો ઉપયોગ, સુલેમાને કર્યુ નેતૃત્વ

શ્રીનગર, તા.1પ : જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહલગામમાં ગત એપ્રિલે જઘન્ય આતંકવાદી હુમલો પાકિસ્તાની નેતાઓ અને સૈન્ય અધિકારીઓએ કરાવ્યાનો ખુલાસો થયો છે. એક રિપોર્ટ અનુસાર પહલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના રાજનેતાઓ અને સૈન્ય અધિકારીઓનું કાવતરું હતું.

ભારત સરકારે આ મામલે હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. ભારતના એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર પહલગામ આતંકી હુમલાનું કાવતરું આઈએસઆઈ અને આતંકવાદી સંગઠન લશ્કરે તોઈબાએ રચ્યુ હતુ. જેનો નિર્દેશ પાકિસ્તાનના રાજનેતાઓ અને સૈન્ય અધિકારીઓએ આપ્યો હતો. હુમલાને અંજામ આપવા ખાસ પાકિસ્તાની આતંકવાદીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં વધુમાં જણાવાયુ કે આઈએસઆઈએ લશ્કરે તોઈબાના કમાન્ડર સાજિદ જટને જમ્મુ અને કાશ્મીરમાં માત્ર વિદેશી આતંકવાદીની તૈનાતીનો આદેશ આપ્યો હતો. સમગ્ર કાવતરામાં કોઈ સ્થાનિક આતંકવાદીને સામેલ કરાયા ન હતા. જેની હુમલાની ગુપ્તતા જળવાઈ રહે. હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓનું નેતૃત્વ સુલેમાન કરી રહયો હતો. જે પાક. સ્પેશિયલ ફોર્સનો પૂર્વ કમાન્ડો છે. ર0રરમાં તેણે જમ્મુમાં ઘૂસણખોરી કરી હતી. સેટેલાઈટ ફોનના એનાલિસીસમાં સામે આવ્યું કે તેનું છેલ્લું લોકેશન 1પ એપ્રિલે ત્રાલમાં હતું. હુમલાના એક સપ્તાહ પહેલા તે બૈસારન ઘાટી આવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક