સીડીએસએ કહ્યું, વિદેશી ટેકનોલોજી ઉપર વધુ નિર્ભર ન રહેતા સ્વદેશીકરણ જરૂરી, ભવિષ્યમાં લોઅર સ્પેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મુક્યો
નવી
દિલ્હી, તા. 16 : દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું હતું
કે ગઈકાલના હથિયારોથી આજની લડાઈ જીતી શકાય નહીં. જો ભારતે યુદ્ધ ક્ષેત્ર બઢત જાળવી
રાખવી હોય તો ‘ભવિષ્યની ટેક્નીક’થી સજ્જ થવું પડશે. વધુમાં કહ્યું હતું કે યુદ્ધ માટે
વિદેશીથી આયાત કરેલી ટેક્નોલોજી ઉપર નિર્ભર રહી શકાય નહી. ભવિષ્યને સુરક્ષિત રાખવા
માટે ટેકનિકલ ક્ષમતાનું સ્વદેશીકરણ કરવું પડશે. સીડીએસએ આગળ કહ્યું હતું કે ઓપરેશન
સિંદૂરે બતાવ્યું છે કે સ્વદેશી રૂપથી વિકસિત
માનવરહિત હવાઈ પ્રણાલી (યુએએસ) અને સી-યુએએસ આપણા વિસ્તાર અને જરૂરિયાત માટે કેમ મહત્વપુર્ણ
છે.
દિલ્હીમાં
ભારતીય સેનાના થિંક ટેંક સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝના સહયોગથી યુએવી અને સી યુએએસની
એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જેમાં સામેલ થયેલા સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું
હતું કે, ડ્રોન વાસ્તવિકતાનું પ્રમાણ છે જે હાલના સંઘર્ષમાં તેની વ્યાપક ઉપયોગીતા દર્શાવે
છે. સીડીએસે એર સ્પેસની બદલતી લડાઈ ઉપર કહ્યું હતું કે હવે લોઅર સ્પેસ ઉપર ધ્યાન કેન્દ્રીત
કરવું પડશે. લોઅર સ્પેસમાં ટ્રાફિક વધી રહ્યો છે. મોટાભાગની લડાઈ લડવામાં આવે છે. એટલે
હવે સમયની જરૂરિયાત છે કે લોઅર સ્પેસમાં મારક ક્ષમતા વધારવામાં આવે. સાથે દુશ્મનોને
રોકવા કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ વિકસિત કરવી પડશે.
યુદ્ધ
અને ડ્રોનની વાત કરતા જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું
હતું કે, પાકિસ્તાને 10 મેના રોજ હથિયાર વિનાના ડ્રોન્સ અને લોઈટર મ્યુનિશંસનો ઉપયોગ
કર્યો હતો પણ તેનાથી ભારતીય સૈન્ય કે નાગરિક ક્ષેત્રને કોઈ નુકસાન થયું નથી. મોટાભાગના
હુમલા કાઈનેટિક અને નોન કાઈનેટિક રીતે રોકી દેવાયા હતા. અમુક ડ્રોન્સનો સાબૂત સ્થિતિમાં
બરામદ થયા હતા.