• શુક્રવાર, 18 જુલાઈ, 2025

ઝિનપિંગને મળ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર

બીજિંગમાં મુલાકાત દરમિયાન ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસની જાણકારી આપી

બીજિંગ, તા. 16 : એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બાજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગ સાથે મુલાકાત કરી હતી અને ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ ઉપર ચર્ચા કરી હતી. જયશંકરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પીએમ નરેન્દ્ર મોદી તરફથી ચીની રાષ્ટ્રપતિને શુભકામના આપી હતી.

ઝિનપિંગ સાથેની મુલાકાત શંઘાઈ સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠકના ભાગ રૂપે થઈ હતી. જેમાં વિદેશ મંત્રીઓએ ચીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જયશંકરે મુલાકાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ ઉપર લખ્યું હતું કે, સવારે બીજિંગમાં સાથી એસસીઓ વિદેશ મંત્રીઓ સાથે જ રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રાષ્ટ્રપતિ મુર્મૂ અને પીએમ મોદી તરફથી શુભકામના આપી હતી. રાષ્ટ્રપતિ શિને બન્ને દેશના સંબંધોમાં પ્રગતિ અંગે જાણકારી આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક