• શનિવાર, 27 જુલાઈ, 2024

શહેરના મુખ્યમાર્ગો પર નડતરરૂપ 9 રેંકડી-કેબીનનું દબાણ હટાવાયું

કુલ રૂ.72,750નો વહીવટી ચાર્જ વસૂલતી દબાણ હટાવ શાખા

રાજકોટ તા.5 : મનપાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના મુખ્ય પોશ બજાર વિસ્તારમાંથી રેકડી,કેબીન, પાથરણાવાળા તેમજ સાઈન બોર્ડ અને બેનર સહિતના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં તેમજ મંજૂરી વગર દુકાન બહાર છાજલી નાખનારા દુકાનદાર વેપારીઓ પાસેથી રૂ.35 હજારનો દંડ તેમજ અન્ય દબાણકર્તા પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ.37,750 મળી કુલ રૂ.72,750નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યાનુસાર ગાયત્રીનગર મેઈન રોડ, પેલેસ રોડ, જ્યુબેલી માર્કેટ, લાખાજીરાજ રોડ, મવડી ચોકડી બ્રિજ વગેરે સ્થળેથી 9 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત જુદી જુદી 45 પરચુરણ ચીજવસ્તુઓ ધરાર  માર્કેટ, કેસરી પુલ, પેડક રોડ, વિમલનગર મેઈન રોડ, વાણીયાવાડી શેરી નં.1/8ના ખુણે, છોટુનગર, ગાયત્રીનગર વગેરે સ્થળેથી જપ્ત કરવામાં આવી છે.

ઉપરાંત 990 કિલો શાકભાજી, ફળ ધરાર માર્કેટ, આનંદ બંગલા ચોક, લાખાજી રાજ રોડ, જંક્શન રોડ, કોર્ટ ચોક પરથી જપ્ત કરવામાં આવી છે. જ્યારે આજી ડેમ, માંડા ડુંગર, આજીડેમ ચોકડી પાસેથી રૂ.35000 મંડપ કમાન છાજલી તેમજ કોઠારિયા રોડ, માંડા ડુંગર, આજી ડેમ ચોકડી, લાખાજી રાજ રોડ વગેરે સ્થળેથી રૂ.37,750નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જ્યારે 10 બોર્ડ બેનર લાખાજીરાજ, રૈયા વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક