ટૂંકા વત્રો નહીં પહેરવાના નિયમો હતા જ, એને વેબસાઈટ પર જાહેર કરાયા છે : કુલપતિ
રાજકોટ, તા. 20: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે કયા સ્થળે કેવા વસ્ત્રો પહેરવા એની યુવતીઓને ખબર જ હોય છે. આ તકે ગલ્ઍસ હોસ્ટેલમાં મેરીટ મુજબ પ્રવેશ નહીં આપવાનો જે વિવાદ ચાલે છે તેમાંથી અન્યત્રે ધ્યાન ખસેડવા યુનિવર્સિટીએ આવો નિયમ જાહેર કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગલ્ઍસ હોસ્ટેલમાં રહેતી દીકરીઓ માટે પ્રાર્થના હોલ અને કેન્ટીનમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશવાની મનાઈ ફરમાવતા નિયમો પબ્લિક ડોમેઈન ઉપર પણ જાહેર કર્યા છે. જેના અનુસંધાને કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આ નિયમો ગર્લ્સ હોસ્ટેલમાં જ મુકવામાં આવ્યા હતા. તેમાં કેટલીક વિસંગતતાઓ પણ હતી. જે દુર કરીને હવે પબ્લિક ડોમેઈન પર મુકાયા છે. જેમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રાર્થના હોલ અને ડાઈનિંગ હોલમાં પ્રવેશવાની વિદ્યાર્થિનીઓને મનાઈ કરાઈ છે. ભારતીયતા, શિસ્ત અને સંસ્કૃતિની જાળવણી માટે યુનિવર્સિટીએ આ પગલાં લીધા છે.
એક વિદ્યાર્થિનીએ આ સંદર્ભે કહ્યંy હતું કે ગર્લ્સ હોસ્ટેલની અંદર અમને કેવા વસ્ત્રો પહેરવા તેની કોઈ રોક લગાવાઈ નથી. આ નિયમ માત્ર પ્રાર્થના હોલ અને ડાઈનિંગ હોલ પુરતા જ છે.
બીજી વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો