રેસકોર્સ સહિતના 6 મેદાનો ભાડે અપાશે : પ્રતિ ચો.મી. અપસેટ પ્રાઈઝ રૂ.5થી રૂ.6 રહેશે
રાજકોટ, તા.21 : મ્યુનિ.તંત્ર દ્વારા પ્રતિવર્ષ નવરાત્રીના તહેવારોમાં અર્વાચિન રાસોત્સવના આયોજન માટે રેસકોર્સ સહિતના મેદાનો ભાડે આપવામાં આવતાં હોય છે જેમાં આ વર્ષે પણ કોર્પોરેશન હસ્તકના કુલ 6 પ્લોટ તા.13 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.
એસ્ટેટ શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર રેસકોર્સ મેદાન ભાગ-એ કે જેનું કુલ ક્ષેત્રફળ 12,800 ચો.મી છે તેના માટે પ્રતિદિન ચો.મી દિઠ રૂ.6ની અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી છે અને ડિપોઝીટ રૂ.1 લાખ રાખવામાં આવી છે. રેસકોર્સ મેદાન ભાગ-બે કે જેનું કુલ ક્ષેત્રફળ 12,723 ચો.મી છે તેના માટે પણ પ્રતિદિન ચો.મી દિઠ રૂ.6ની અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી છે અને ડિપોઝીટ રૂ.1 લાખ રાખવામાં આવી છે. નાનામવા સર્કલ કે જેનું કુલ ક્ષેત્રફળ 9438 ચો.મી છે તેના માટે પણ પ્રતિદિન ચો.મી દિઠ રૂ.6ની અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી છે અને ડિપોઝીટ રૂ.1 લાખ છે.
આ ઉપરાંત સાધુવાસવાણી કુંજ રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 5388 ચો.મી છે તેના માટે પણ પ્રતિદિન ચો.મી દિઠ રૂ.6ની અપસેટ પ્રાઈઝ તેમજ રૂ.1 લાખ ડિપોઝીટ રાખવામાં આવી છે જ્યારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુનો પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 3073 ચો.મી છે તેના માટે પ્રતિદિન ચો.મી દિઠ રૂ.5ની અપસેટ પ્રાઈઝ વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો