• સોમવાર, 27 મે, 2024

દબાણહટાવ શાખા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ!

મનપાના નવનિયુક્ત પદાધિકારીઓના પ્રથમ બોર્ડમાં શાસક પક્ષે કર્યો

દબાણહટાવ ટીમ કાર્યવાહીના નામે ‘રોકડા’ કટકટાવતી હોવાનું નગરસેવકોએ જણાવતા અધિકારીઓ સ્તબ્ધ

શાકમાર્કેટના થડા પણ બારોબાર ભાડે આપી દેવામાં આવ્યાનો ઘટસ્ફોટ !

રાજકોટ તા.20 : મનપામાં નવનિયુક્ત મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને આજે મળેલી પ્રથમ જનરલ બોર્ડ બેઠકમાં શહેરના મુખ્યમાર્ગો ઉપરથી દબાણો દૂર કરવાની તંત્રની કામગીરી સામે ખુદ શાસક પક્ષના નગરસેવકોએ ઉપરાઉપરી સવાલોનો મારો ચલાવતા અધિકારીઓ બચાવની મુદ્રામાં આવી ગયાં હતાં. નગરસેવકો દ્વારા હોકર્સ ઝોનના થડા બારોબાર ભાડે આપી દેવાથી લઈને દબાણ હટાવ ટીમ કાર્યવાહીના નામે ‘રોકડા’ કટકટાવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આજની બોર્ડ બેઠકના એજન્ડામાં કુલ 41 પ્રશ્રો શામેલ હતાં જેમાં ભાજપના મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાનો હોકર્સ ઝોન, દબાણ અને આવાસ યોજનાને લગતો સવાલ પ્રથમક્રમે હતો અને પ્રશ્નની ચર્ચામાં એક કલાક પૂરી થઈ ગઈ હતી. જ્યોત્સાનબેને રાજકોટમાં હોકર્સ ઝોનની સંખ્યા, તેના ભાડાની આવક સહિતની વિગતો પુછી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, શાકમાર્કેટ સહિતના સ્થળે જે લોકોને થડા લાગ્યાં છે તેઓ બારોબાર ભાડે આપી દે છે જ્યારે મનપાને માત્ર રૂ.500 ભાડા પેટે મળે છે.

બોર્ડ બેઠકમાં બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશ દેથરિયાએ પણ દબાણ હટાવ શાખાની કામગીરી સામે વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક