• શનિવાર, 13 જુલાઈ, 2024

વિજયપ્લોટમાં વેપારીની ભાડૂઆત માતા-પુત્રી સહિત ચારેય દુકાન પચાવી પાડી

 

દુકાન ખાલી કરવાના રૂ.30 લાખ માગી કબજો જમાવી દીધો’તો

રાજકોટ, તા.17 : વિજયપ્લોટમાં ઓટો પાર્ટસની પેઢી ધરાવતા વેપારીની ભાડૂઆત માતા-પુત્રીઓ સહિત ચારેય દુકાન પચાવી પાડી ખાલી કરવા માટેથી રૂ.30 લાખની માગણી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચારેય વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

અંગેની વિગત એવી છે કે,ગોંડલ રોડ પરના વિજય પ્લોટ -11માં રહેતા અને ઓટો પાર્ટસનો ધંધો કરતા ચંદ્રમણી પૃથ્વીરાજ જોષી નામના વેપારીએ ગોંડલ રોડ પરના રામનગર પાછળ લોધેશ્વર સોસાયટીમાં રહેતા લીલાબેન ઉર્ફે નર્મદાબેન ઉર્ફે નીલાબેન ચુનીલાલ તેની બે પુત્રી સપના ચુનીલાલ ઝરિયા, ખુશબુ ચુનીલાલ ઝરિયા અને નરેશ શામજી ઝરિયાએ રૂ.ર0 લાખની કિંમતની દુકાનમાં ગેરકાયદે કબજો જમાવી દઈ ખાલી કરવા માટેથી રૂ.30 લાખની માગણી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી ચંદ્રમણી જોષીની માલિકીની વિજય પ્લોટમાં આવેલી દુકાનમાં વર્ષો પહેલા ભાડુઆત તરીકે ચુનીલાલ ઝરીયા હતા.અને તેના અવસાન બાદ તેના ભાઈ મુકેશ ઝરિયા દુકાન ચલાવતા હતા અને તેના અવસાન બાદ ચુનીલાલ ઝરિયાની પત્ની લીલાબેન સહિતના પરિવારે પાંચેક વર્ષથી ગેરકાયદે કબજો જમાવી દીધો હતો અને રૂ.ર0 લાખની કિંમતની દુકાનનો કબજો આપતા નહોતા અને અવાર નવાર ખાલી કરવાનું કહેવામાં આવતા દુકાન ખાલી કરવા માટેથી રૂ.30 લાખની માગણી કરવામાં આવતા વેપારી ચંદ્રમણી જોષીએ કલેક્ટર સમક્ષ ફરિયાદ કર્યા બાદ મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી માતા-પુત્રી સહિત ચારેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક