• સોમવાર, 27 મે, 2024

90 કરોડનો બ્રિજ, 90 દિવસમાં ગાબડું

ગોંડલ રોડ ચોકડીના પુલમાંથી પોપડાં ખર્યા, તિરાડ પડી: 30 કિલો જેટલો હિસ્સો હવામાં લટકતો હતો !!

નેશનલ હાઇ-વે ઓથોરિટીની ટુકડીએ શરૂ કરી તપાસ

રાજકોટ, તા.5 : રાજ્ય અને દેશમાં વિકાસની હરણફાળની વાતું વચ્ચે અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. તેમાંય બ્રિજ દુર્ઘટનાના બનાવ એટલા બની રહ્યાં છે કે લોકો હવે બ્રીજનો ઉપયોગ કરવાનું કે આસપાસમાંથી પસાર થવાનું ટાળે છે. મોરબી ઝુલતો પુલ ધરાશાયી થયા બાદ ડર વધી ગયો છે  કોન્ટ્રાક્ટર પુલ બનાવવામાં વિલંબ પણ કરે છે અને ગુણવત્તામાં સમાધાન કરે છે તેવી વાતો સતત આવે છે. ગોંડલ રોડ ચોકડી પરના બ્રિજ માટે પણ વાતો છે.

ગોંડલ બાયપાસ ચોકડીએ પ્રજાના રૂ.90 કરોડના ખર્ચે બનાવેલા બ્રીજમાં ત્રણ મહિનામાં પોપડા ખરવા લાગતા વિકાસ ખોખલો પડયો હોવાની ચર્ચા થઈ રહી છે. જો કે, મોડેથી જાગેલા નેશનલ ઓથોરિટી વિભાગની ટીમ બ્રિજ પાસે પહોંચી છે અને અડધો રોડ બંધ કરાવી પોપડુ રીપેરીંગના કામે લાગી ગઈ છે.

બ્રિજના ઉપરના ભાગે જે સેફ્ટી વોલ બનાવવામાં આવી છે એમાં તિરાડ અને મસમોટું ગાબડું પડયું હોવાનું સામે આવ્યું છે. ત્રણેક મહિના અગાઉ બ્રિજનું ઉદઘાટન થયા બાદ ગાબડું આમ મૂકીને ચાલ્યા ગયા હતા. અત્યારે એમાંથી 30 ટકા કરતાં વધુ ભાગ ખરી ગયો છે. બાકીનો ભાગ જોખમી રીતે લટકી રહ્યો છે.  ગાબડું પડવાને લીધે અંદાજે 30 કિલો જેવડો સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો છે. હવામાં લટકતો માંચડો નીચે પડે તો ગંભીર અકસ્માત થાય તેવી પૂરતી શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

રાજકોટની વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક