• મંગળવાર, 25 જૂન, 2024

સોરઠિયાવાડી પાસે પૂર્વ કોર્પોરેટરના પુત્રનું અંધાધૂંધ ફાયારિંગ

લઘુશંકા કરવા બાબતે થયેલી બોલાચાલીના કારણે બનેલી ઘટના: ફાયારિંગ કરનારને ઝડપી લેવાયો

રાજકોટ, તા. 7: રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇપટેલ રાજકોટમાં છે ત્યારે ફાયરીંગની ઘટના બની હતી. સોરઠિયાવાડી ચોક પાસે લઘુશંકા કરવા બાબતેની માથાકૂટમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્રે કાર પર અંધાધૂંધ ફાયરીંગ કર્યા હતાં. પૂર્વ મહિલા કોર્પોરેટર કિરણબહેન સોરઠિયાના પુત્ર અને યુવા ભાજપના હોદ્દેદાર કરણ સોરઠિયાને પોલીસે ઝડપી લીધો હતો. તેની કાર પર નંબર પ્લેટ હોવાનું પણ સામે આવ્યું છે. ગોળીબારની ઘટનાના કારણે કરણ સોરઠિયાનું પદ અને હથિયારનું લાયસન્સ જાય તેવી શકયતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક