મેચ
11-00 વાગ્યાથી શરૂ થશે : દર્શકોને ફ્રી એન્ટ્રી
રાજકોટ,
તા.9 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય મહિલા
ક્રિકેટ ટીમ સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં આયરલેન્ડ વિરુદ્ધ શુક્રવારથી શરૂ થતી 3 મેચની
વન ડે શ્રેણીમાં વિજયક્રમ જાળવી રાખવાના મક્કમ ઇરાદે મેદાનમાં ઉતરશે. શ્રેણીના ત્રણેય
મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાશે. જેની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે
છે. આથી આ વન ડે શ્રેણીમાં બોલર્સ કરતા બેટર્સનું વર્ચસ્વ રહેશે તેવી ગણતરી થઈ રહી
છે. રાજકોટમાં પહેલીવાર મહિલા ઇન્ટરનેશનલ વન ડે મેચ રમાશે. આથી શહેરમાં આ શ્રેણીને
લઈને સારો એવો માહોલ જામ્યો છે.
ભારતીય
મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝનો વન ડે શ્રેણીમાં 3-0થી વડોદરામાં સફાયો કર્યો હતો જ્યારે
ટી-20 શ્રેણી 2-1થી જીતી હતી. સ્મૃતિ મંધાનાએ બન્ને શ્રેણીમાં સર્વાધિક 148 અને
193 રન કર્યા હતા. નિયમિત સુકાની હરમતપ્રિત સિંઘને આ સિરીઝમાં રેસ્ટ અપાયો છે. તેની
ગેરહાજરીમાં સ્મૃતિ મંધાના સુકાન સંભાળશે. મેચ સવારે 11-00 વાગ્યાથી શરૂ થશે અને દર્શકો
માટે ફ્રી એન્ટ્રી છે.
ઝડપી
બોલર રેણુકા સિંહને પણ વિશ્રામ અપાયો છે. હરમનપ્રિત ગેરહાજરીમાં સુકાની સ્મૃતિના સાથમાં
હરલીન દેઓલ, પ્રતીકા રાવલ, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ વગેરે પર રન કરવાની જવાબદારી
રહેશે. રેણુકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે 10 વિકેટ લીધી હતી. તેની ખોટ પડશે. આથી તિતાસ સાધુ
અને સાઇમા ઠાકુરે જવાબદારી લેવી પડશે. ટીમની ઉપકપ્તાન અને ઓફ સ્પિનર દીપ્તિ શર્માની
ઓલરાઉન્ડરની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. તેણીએ વેસ્ટ ઇન્ડિઝ સામેના આખરી મેચમાં
31 રનની ઇનિંગ રમી હતી અને 6 વિકેટ લીધી હતી.
બીજી
તરફ ગેરી લૂઇસના કપ્તાનપદ હેઠળની આયરલેન્ડ મહિલા ટીમ સામે ભારતની કઠિન ચુનૌતી રહેશે.
આયરલેન્ડ ટીમે અત્યાર સુધીમાં 12 વન ડેમાંથી એકમાં પણ ભારતને હાર આપી નથી. છેલ્લે બન્ને
ટીમનો સામનો 2023માં ટી-20 વિશ્વ કપમાં થયો હતો ત્યારે ભારતનો પાંચ રને રોચક વિજય થયો
હતો. આયરલેન્ડ ટીમમાં એવા કેનિંગ, ક્રિસ્ટિના રીલી, જોર્જિના ડેંપસે, ઉના રેમંડ સહિતની
કેટલીક અનુભવી ખેલાડીઓ છે.