• શનિવાર, 26 એપ્રિલ, 2025

IPLમાં 13 દિવસ યોજાશે ઓપનિંગ સેરેમની

IPLમાં વધારે રંગ ભરવા માટે BCCIનો પ્લાન

નવી દિલ્હી, તા. 22 : આઈપીએલની કોઈપણ સીઝનમાં પહેલા મેચથી અગાઉ ઓપનિંગ સેરેમની આયોજીત કરવામાં આવે છે. જો કે આ વખતે બીસીસીઆઈનો પ્લાન અલગ જ છે. આઈપીએલને 18 વર્ષ થવા જઈ રહ્યા છે અને આ મોકે બીસીસીઆઈ માત્ર આઈપીએલ 2025ના પહેલા મેચ અગાઉ જ ઓપનિંગ સેરેમની નહી કરે પણ આઈપીએલની વર્તમાન સીઝનમાં જે સ્ટેડિયમમાં પહેલો પહેલો મેચ રમાશે ત્યાં અગાઉ ઓપનિંગ સેરેમની કરવામાં આવશે.

બીસીસીઆઈ દુનિયાની પ્રમુખ ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટના 18 વર્ષના સમાપનને ધ્યાને રાખીને તમામ 13 સ્થળે વિશેષ સમારોહ આયોજીત કરશે. આઈપીએલ 2025નું સેલિબ્રેશન પૂરા સત્ર દરમિયાન જારી રહેશે. જેમાં દરેક સ્ટેડિયમમાં પહેલા મેચની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થશે. જેમાં પ્રમુખ કલાકાર પ્રસ્તુતી આપશે. આ ઘટનાક્રમથી અવગત સૂત્રો અનુસાર બીસીસીઆઈ ટૂર્નામેન્ટમાં વધારે રંગ ભરવા માગે છે. જેથી દર્શકો ઉદ્ઘાટન સમારોહનો આનંદ માણી શકે. વધુમાં દરેક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારોની એક લાઈનઅપ બનાવવાની કોશિશ થઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક