282 રનના વિજય લક્ષ્યાંક સામે 2 વિકેટે 213: જીતથી 69 રન દૂર
ઓસ્ટ્રેલિયાના
બીજા
દાવમાં
સ્ટાર્કની અણનમ અર્ધસદીથી 207
લંડન
તા.13: દક્ષિણ આફ્રિકા ટીમ પાસે ચોકર્સની છાપ ભૂંસીને 27 વર્ષના લાંબા અંતરાલ બાદ આઇસીસી
ટ્રોફી જીતવાની સારી તક છે. ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં
282 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા દ. આફ્રિકાએ એડન માર્કરમની લડાયક સદી અને કપ્તાન
તેંબા બાવૂમાની અર્ધસદીની મદદથી 2 વિકેટ ગુમાવી 213 રન કરી લીધા છે. તે હવે ઐતિહાસિક
વિજયથી 69 રન દૂર છે અને 8 વિકેટ અકબંધ છે. માર્કરમે 1પ6 દડામાં 11 ચોકકાથી સદી પૂરી
કરી 102 ક્રિઝ પર હતો. જયારે
બાવૂમા
11પ દડામાં પ ચોકકાથી 65 રને રમતમાં હતો.
આ પહેલા
આજે મેચના ત્રીજા દિવસે આજે પૂંછડિયા ખેલાડી મિચેલ સ્ટાર્કની અણનમ અર્ધસદી અને હેઝલવૂડ
(17) સાથેની આખરી વિકેટની પ9 રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 207 રન થયા
હતા. તેની પાસે 74 રનની સરસાઇ હતી. આથી આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ મળ્યો હતો.આફ્રિકાના
બીજા દાવની શરૂઆત સારી રહી ન હતી. રિયાન રિકલટન 6 અને વેઇન મુલ્ડર 26 રને આઉટ થયા હતા.
70 રનમાં 2 વિકેટ પડી ગઇ હતી. આ પછી માર્કરમ-બાવુમાએ બાજી સંભાળી લીધી હતી.
આ પહેલા આજે ડબ્લ્યૂટીસી ફાઇનલ મુકાબલાના ત્રીજા
દિવસે ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 8 વિકેટે 144 રનથી આગળ વધાર્યોં હતો અને 207 રને
સમાપ્ત થયો હતો. આજે નાથન લિયોન (2) આજે તુરત આઉટ થઇ ગયો હતો. આ પછી મિચેલ સ્ટાર્ક
અને જોશ હેઝલવૂડે આફ્રિકી બોલરોને હંફાવીને છેલ્લી વિકેટમાં 13પ દડામાં પ9 રનની અતિ
મહત્વની ભાગીદારી કરીને આફ્રિકા ટીમને દબાણમાં લાવી દીધી હતી. આથી આફ્રિકાને લોર્ડસ
મેદાનની ખતરનાક પિચ પર જીત માટે 282 રનનો કઠિન વિજય લક્ષ્યાંક મળ્યો હતો.
મિચેલ
સ્ટાર્ક 136 દડાનો સામનો કરીને પ ચોક્કાથી પ8 રને નોટઆઉટ રહ્યો હતો. જયારે હેઝલવૂડ
પ0 દડામાં 2 ચોક્કાથી 17 રને આઉટ થયો હતો. આથી ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 207 રને સમાપ્ત
થયો હતો. આ પહેલા ગઇકાલે એલેકસ કેરી (43) અને સ્ટાર્ક વચ્ચે આઠમી વિકેટમાં 8પ દડામાં
61 રનની ભાગીદારી થઇ હતી. 7 વિકેટ 73 રનમાં ગુમાવ્યા પછી ઓસ્ટ્રેલિયાએ આખરી 3 વિકેટમાં
134 રન ઉમેરી ફાઇનલ જીતવાનો મોકો બનાવ્યો હતો.
આફ્રિકા
તરફથી બીજા દાવમાં રબાડાએ 4 વિકેટ લીધી હતી. મેચમાં તેની કુલ 9 વિકેટ થઇ હતી. આ સિવાય
એન્ડિગીએ 3 વિકેટ લીધી હતી. યાનસન, મુલ્ડર, માર્કરમને 1-1 વિકેટ મળી હતી.