• શુક્રવાર, 18 જુલાઈ, 2025

પંતનું રનઆઉટ થવું મેચનો ટર્નિંગ પોઇન્ટ : ગિલ

ટીમના લડાયક દેખાવ પર સંતોષ વ્યક્ત કર્યો

લંડન, તા.1પ: લોર્ડ્સ ટેસ્ટની 22 રનની હાર બાદ ભારતીય કપ્તાન શુભમન ગિલે પહેલા દાવમાં ઋષભ પંતના રનઆઉટ થવાને ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો હતો. પંત 74 રને રનઆઉટ થયો હતો અને રાહુલ સાથેની સદીની ભાગીદારીનો અંત આવ્યો હતો. આથી ભારત સરસાઇથી વંચિત રહ્યંy હતું.

મેચ પછી ભારતીય કપ્તાન ગિલે જણાવ્યું કે મને ટીમ પર ગર્વ છે. કોઇ પણ ટેસ્ટ આટલો નજીકનો ન હોય શકે. પાંચ દિવસ સુધી મુકાબલો ચાલ્યો. આખરી સત્રમાં આખરી વિકેટ પડયા પછી ફેંસલો આવ્યો. અમારી ટીમે જે પ્રકારે જુસ્સો બતાવ્યો એથી હું ખુશ છું.

181 દડામાં 61 રનની અણનમ અને લડાયક ઇનિંગ રમનાર જાડેજા વિશે કપ્તાને કહ્યંy કે તે ઘણો અનુભવી ખેલાડી છે. અમે તેને કોઇ સંદેશ મોકલ્યો ન હતો. બસ અમે એટલું જ ઈચ્છતા હતા કે નીચેના ક્રમના ખેલાડી જેટલો બને તેટલો તેનો સાથ આપે. આ તકે ગિલે સ્વીકાર્યું કે ચોથા દિવસના અંતિમ તબક્કામાં અમે 4 વિકેટ ગુમાવી મુશ્કેલી સર્જી હતી. તમારા ટોપ ઓર્ડરમાં પાર્ટનરશીપ ન થાય એટલે પછીથી ચીજો આસાન બનતી નથી. ટાર્ગેટ બહુ મોટો ન હતો. એક પ0 રનની ભાગીદારીની જરૂર હતી, પણ ઇંગ્લેન્ડે યોજનાબદ્ધ રીતે બોલિંગ કરી. પંતનું રનઆઉટ થવું મેચનો ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો હતો. આથી અમે 80-100 રનની સરસાઇ મેળવી શક્યા ન હતા.

વિકેટકીપર પંતની આંગળીની ઇજા વિશે કેપ્ટન ગિલે કહ્યંy કે તેની ઇજા બહુ ગંભીર નથી. 23 જુલાઇથી શરૂ થતાં માંચેસ્ટર ટેસ્ટ અગાઉ તે ફિટ થઇ જશે. પંત 6 ઇનિંગમાં 70.83ની સરેરાશથી 42પ રન કરી ચૂક્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક