• શુક્રવાર, 18 જુલાઈ, 2025

ઇંગ્લેન્ડની જીત સાથે ગાંગુલી કનેકશન : સ્ટોકસ

લંડન, તા.1પ: ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટકોસે ખુલાસો કર્યો કે ભારતની 2002માં ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક જીત પછી સૌરવ ગાંગુલી દ્વારા લોર્ડસના બાલ્કનીમાં જર્સી ફરકાવવાની ઘટનાથી જોફ્રા આર્ચર ત્રીજા ટેસ્ટમાં સારા પ્રદર્શન માટે પ્રેરિત થયો હતો. ગાંગુલીને નેટવેસ્ટ ટ્રોફીના ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત પછી આ રીતે જશ્ન મનાવ્યો હતો. જે આજે પણ ક્રિકેટ ચાહકો ભુલ્યા નથી. આર્ચરે પાંચમા દિવસે પંતને બોલ્ડ કર્યો હતો અને વોશિંગ્ટન સુંદરનો પોતાના જ દડામાં જોરદાર કેચ કર્યો હતો. બાદમાં ઇંગ્લેન્ડનો 22 રને રોચક વિજય થયો હતો.

મેચ પછીની પત્રકાર પરિષદમાં સ્ટોકસે કહ્યંy કે મેં આજે જોફ્રાને તારીખ યાદ અપાવી હતી. તે લોર્ડસમાં સૌરવ ગાંગુલીની હાઇલાઇટ જોઇ રહ્યો હતો. તેણે કહ્યંy શું ગાંગુલીએ વર્લ્ડ કપ ફાઇનલમાં શર્ટ ફરકાવ્યું હતું. તેને લાગ્યું કે 2002નો એ વન ડે મેચ વર્લ્ડ કપ ફાઇનલ હતો અને 6 વર્ષ પહેલા રમાયો હતો. મેં કહ્યંy 6 વર્ષ પહેલા આપણે વર્લ્ડ કપ જીતયા હતા. તો તેણે કહ્યંy ઓહ. . . . 6 વર્ષ પહેલા રમાયેલા 2019 વર્લ્ડ કપ ફાઇનલમાં સ્ટોકસે 84 રનની અણનમ ઇનિંગ રમી હતી અને જોફ્રા આર્ચરે સુપર ઓવર ફેંકી હતી.

આ તકે સ્ટોકસે સ્વીકાર્યું કે પાંચમા દિવસે પંતની વિકેટ સૌથી મહત્વની હતી. મને વિશ્વાસ હતો કે જોફ્રા આવું કંઇક કરી મેચમાં અંતર ઉભું કરશે. બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચેની બોલાચાલી વિશે તેણે કહ્યંy આવી મોટી સિરીઝ દરમિયાન આવું થતું રહે છે. મને આ પ્રકારનું સ્લેજિંગ મંજૂર છે, બેશક ખેલાડીઓ સીમા પાર ન કરે. મને નથી લાગતું કે અમારા ખેલાડીઓએ સીમાનું ઉલ્લંઘન કર્યું હોય.

ઇ-પેપરના નવા શુલ્ક