ગિલ અને જયસ્વાલને નુકસાન : બોલિંગ ક્રમાંકમાં બુમરાહ દબદબા સાથે ટોચ પર
દુબઇ,
તા.16: આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં તખ્તાપલટ થયું છે. ઇંગ્લેન્ડના અનુભવી બેટધર
જો રૂટે ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. લોર્ડસ ટેસ્ટમાં રૂટે 104 અને
40 રનની ઇનિંગ રમી હતી. આથી તે આઠમીવાર આઇસીસી બેટિંગ ક્રમાંકમાં ટોચ પર પહોંચ્યો છે.
તેના ખાતામાં હવે 888 રેટિંગ પોઇન્ટ છે. રૂટ 34 વર્ષની ઉંમરે ડિસેમ્બર-2014 બાદ કુમાર
સંગાકારા પછી સૌથી ઉંમરલાયક નંબર વન ટેસ્ટ બેટર બન્યો છે. એ સમયે શ્રીલંકાના કુમાર
સંગાકારા 37 વર્ષનો હતો. ગત સપ્તાહે ટોચ પર પહોંચનારો ઈંગ્લેન્ડનો યુવા મીડલઓર્ડર બેટર
જો રૂટ ત્રીજા સ્થાને ફેંકાયો છે. તેણે લોર્ડસ ટેસ્ટમાં નબળો (11, 23) કર્યો હતો. તેના
862 અંક છે. કિવિઝ બેટર કેન વિલિયમ્સન (867) બીજા સ્થાને છે. ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં
ભારતનો જસપ્રિત બુમરાહ દબદબા સાથે પહેલા નંબર પર છે. તેના ખાતામાં 901 રેટિંગ પોઇન્ટ
છે. ટોપ ટેનમાં બુમરાહ સિવાય અન્ય કોઇ ભારતીય બોલર નથી.
બેટિંગ
ક્રમાંકમાં ભારતીય કપ્તાન શુભમન ગિલને નુકસાન થયું છે. તે ત્રણ ક્રમ નીચે સરકી ગયો
છે અને 76પ પોઇન્ટ સાથે નવમા ક્રમ પર છે. યશસ્વી જયસ્વાલ (801) અને વિકેટકીપર ઋષભ પંત
(779) એક-એક સ્થાનના નુકસાન સહન કરવા પડયા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવન સ્મિથે
જમૈકા ટેસ્ટમાં 48 રનની ઈનિંગ રમી હતી. તે ચોથા નંબર પર છે. આ મેચમાં વિન્ડિઝ ટીમ
27 રનમાં ઢેર થઇ હતી.
જમૈકા
ટેસ્ટમાં હેટ્રિક લેનાર કાંગારૂ બોલર સ્કોટ બોલેંડ કેરિયરના શ્રેષ્ઠ છઠ્ઠા ક્રમાંકે
પહોંચ્યો છે. મિચેલ સ્ટાર્ક દસમા નંબર પર છે. કમિન્સ ત્રીજા અને હેઝલવૂડ ચોથા સ્થાને
છે.