• શુક્રવાર, 18 જુલાઈ, 2025

લોર્ડ્સ ટેસ્ટમાં સ્લો ઓવર રેટ માટે ઇંગ્લેન્ડને દંડ 2 WTC પોઇન્ટ ઓછા થયા અને મેચ ફીનો 10 ટકા દંડ

લંડન, તા.16: લોર્ડ્સ ટેસ્ટમાં ધીમી ઓવર ગતિને કારણે ઇંગ્લેન્ડ ટીમને દંડ થયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાંથી તેના બે અંક ઓછા કરવામાં આવ્યા છે. આના કારણે ઇંગ્લેન્ડની ટીમના ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલમાં 24માંથી 22 અંક થઇ ગયા છે. તેની ટકાવારી 66.67 હતી જે ઘટીને 61.11 પર આવી ગઇ છે. આના લીધે ઈંગ્લેન્ડ ટીમ હવે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા પછી ત્રીજા સ્થાને છે. સ્લો ઓવર રેટ માટે ઇંગ્લેન્ડ ટીમ પર મેચ ફીનો 10 ટકાનો દંડ પણ થયો છે. મેચ રેફરી સમક્ષ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે ભૂલ સ્વીકારી લીધી હતી. ભારત સામેની પ ટેસ્ટની શ્રેણીનો ત્રીજો ટેસ્ટ જે લોર્ડ્સ પર રમાયો હતો. તેમાં ઈંગ્લેન્ડની 22 રને જીત થઇ હતી. આથી તે 2-1થી આગળ છે. બન્ને ટીમ વચ્ચે ચોથો ટેસ્ટ 23 જુલાઇએ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે.

ચોથા ટેસ્ટની ઇંગ્લેન્ડની ટીમમાં સ્પીનર લિયામ ડોસનની 8 વર્ષ પછી વાપસી થઇ છે. શોએબ બશીર ઇજાને લીધે શ્રેણીની બહાર થઇ ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક