• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

વેસ્ટ ઇન્ડિઝ સુપર-8 રાઉન્ડમાં : નેપાળ સામે 9 વિકેટે વિજય

હોલ્ડરની 4 વિકેટ અને કેપ્ટન હોપના 61* રન: 134 રનનો વિજય લક્ષ્ય 28 દડા બાકી રાખી 1 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો

મુંબઈ, તા.1પ : જીતની હેટ્રિક સાથે વેસ્ટ ઇન્ડિઝ ટીમ ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. ગ્રુપ સીના આજના મેચમાં નેપાળ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝનો 28 દડા બાકી રહેતા 9 વિકેટે સંગીન વિજય થયો હતો. વિન્ડિઝ તરફથી અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે 27 રનમાં 4 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે શે હોપે 61 રનની અણનમ કેપ્ટન ઇનિંગ રમી હતી. સતત ત્રણ વિજયથી વિન્ડિઝના 6 પોઇન્ટ થયા છે અને ગ્રુપ સીમાંથી અંતિમ-8માં પહોંચનારી પહેલી ટીમ બની છે જ્યારે નેપાળ ટીમ વિશ્વ કપની બહાર થઇ છે.

આજના મેચમાં નેપાળના 20 ઓવરમાં 8 વિકેટે 133 રન થયા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 1પ.2 ઓવરમાં 1 વિકેટે 134 રન કર્યા હતા. વિન્ડિઝ કપ્તાન શે હોપે 44 દડામાં પ ચોક્કા અને 3 છક્કાથી 61 રનની અને શિમરોન હેટમાયરે 32 દડામાં 4 ચોક્કા અને 2 છક્કાથી 46 રનની ઇનિંગ રમી હતી. આ બન્ને નોટઆઉટ રહ્યા હતા. તેમના વચ્ચે બીજી વિકેટમાં પ9 દડામાં 91 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. નેપાળ તરફથી એકમાત્ર વિકેટ નંદન યાદવને નસીબ

થઈ હતી.

આ પહેલા નેપાળ તરફથી દીપેન્દર સિંહ એરીએ 47 દડામાં 3 ચોક્કા-3 છક્કાથી પ8 રનની ઇનિંગ રમી હતી. 8મા ક્રમના ખેલાડી સોમપાલી કામીએ 1પ દડામાં 4 ચોક્કાથી 26 રન કર્યા હતા. આથી નેપાળના 8 વિકેટે 133 રન થયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક