• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

મેચ ધોવાયો તો પાકિસ્તાનને ફાયદો

વરસાદ વિઘ્ન સર્જે તો અમેરિકા, નેધરલેન્ડ અને નામીબિયા થશે બહાર

નવી દિલ્હી, તા. 14 : ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાનો રસ્તો સાફ થયો છે પણ એક નવું જોખમ ઉભું થયું છે. 15 ફેબ્રુઆરીના રોજ રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારા મુકાબલામાં વરસાદના વિઘ્નનની સંભાવના છે. શ્રીલંકાના હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જેનાથી કોલંબોમાં વરસાદની આશંકા વધી છે. રવિવારે સવારે કોલંબોમાં હવામાન ગરમ અને બફારાનું રહી શકે છે. જો કે બપોર પછી સ્થિતિ બદલી શકે છે.

હવામાન પૂર્વાનુમાન અનુસાર બપોરથી સાંજ સુધી વરસાદની 50થી 70 ટકા સંભાવના છે. મેચના નિર્ધારીત સમય સાંજે સાત વાગ્યે પણ ભારે વરસાદ થઈ શકે છે. જેનાથી ટોસ અને મુકાબલામાં વિલંબ થઈ શકે છે. હવે જો વરસાદના કારણે મેચ રદ થશે તો ભારતીય ટીમ સુપર-8મા પહોંચી જશે. સાથે પાકિસ્તાનને પણ ફાયદો થશે અને તે સુપર-8મા પહોંચશે. મેચ ધોવાતા ભારત અને પાકિસ્તાનને 1-1 અંક મળશે. ભારત વર્તમાન સમયે ગ્રુપ એમાં પહેલા ક્રમાંકે છે અને પાકિસ્તાન બીજા તેમજ અમેરિકા ત્રીજા સ્થાને છે.

ભારત-પાકિસ્તાન મેચ ધોવાતા અમેરિકા, નામીબિયા અને નેધરલેન્ડ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. અમેરિકા અને નેધરલેન્ડ પાસે ત્રણ મેચમાં બે-બે અંક છે. જો બન્ને બાકીના 1-1 મેચ જીતશે તો પણ ચાર અંક જ થઈ શકશે. જે ભારત અને પાકિસ્તાનથી ઓછા રહેશે. બીજી તરફ નામીબિયા બન્ને મેચ હારી ચુક્યું છે અને તેને ઝીરો અંક છે.

જો ભારત અને પાકિસ્તાનના મેચનું પરિણામ આવશે તો જીતનારી ટીમ સીધી સુપર-8મા પહોંચી જશે. હારનારી ટીમ ચાર અંક સાથે અમેરિકા અને નેધરલેન્ડની બહાર થઈ જશે અને ક્વોલિફિકેશનની લડાઈ અંતિમ મેચ સુધી પહોંચશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક