- પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કરનાર તબીબે કહ્યું, ગળાફાંસા કરતાં ગળું દબાવીને મૃત્યુ થયાની સંભાવના વધુ
નવીદિલ્હી,
તા.14ઃ દુનિયાનાં અનેક દેશોમાં અત્યારે એપસ્ટીન ફાઈલ્સનાં કારણે સરકારો હચમચી ગઈ છે
અને નેતા-અધિકારીઓનાં રાજીનામાનો એક સિલસિલો શરૂ થઈ ગયો છે ત્યારે મહિલા અને બાળકીઓનાં
જાતીય શોષણનાં અપરાધી જેફ્રી અપેસ્ટીનનાં અમેરિકાની જેલમાં ભેદી મૃત્યુનાં સાત વર્ષ
પછી નવો ઘટસ્ફોટ થયો છે. એપ્સટીનના પરિવાર વતી પોસ્ટમોર્ટમ તપાસ કરનારા ડૉ. માઈકલ બેડને
એપ્સટીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાનાં તારણ સામે શંકા દેખાડવામાં આવી છે. તેણે મીડિયાને
આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે,
એપસ્ટીનનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું વધુ લાગે છે.
તેણે કેસની ફરીથી તપાસ કરવાની માંગ કરી છે. બેડને કહ્યું છે
કે, તેના મતે મૃત્યુ ગળાફાંસાથી નહીં પણ ગળું દબાવવાથી થયું હોઈ શકે છે. અત્યાર સુધી
ઉપલબ્ધ માહિતીનાં આધારે મૃત્યુનાં કારણ અને પદ્ધતિની ગહન તપાસની જરૂર છે. અૉગસ્ટ 2019માં, ફેડરલ સેક્સ
ટ્રાફાકિંગના આરોપમાં ટ્રાયલ માટે રાહ જોતા,
એપ્સટીન મેટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટર (જેલ)ની કોટડીમાં મૃત
હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે તેણે ગળાફાંસો લગાવીને આપઘાત કર્યો હોવાનું માની લેવામાં
આવ્યું હતું.
હવે જેણે તેનાં મૃત્યુ સામે શંકા વ્યક્ત કરી છે તે બેડને પોતે
પોસ્ટમોર્ટમ કર્યુ નહોતું પણ પછી તપાસ દરમિયાન
હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તે સમયે,
તેમણે અને મેડિકલ એક્ઝામીનરે આ પર સહમતિ વ્યક્ત કરી હતી કે ઠોસ
નિષ્કર્ષ પર પહોંચવા માટે વધુ માહિતીની જરૂર છે.
માઈકલ બેડને ઉઠાવેલા મુખ્ય પ્રશ્નોમાંથી એક એ છે કે એપ્સટીનના
ગળામાં ત્રણ ફ્રેક્ચર હતા એક હાયોઈડ હાડકામાં અને બે થાયરોઇડ કોર્ટિલેજમાં, જે અધિકારીક
ઓટોપ્સી રિપોર્ટમાં નોંધાયેલા છે. બેડનએ કહ્યું કે પોતાના પાંચ દાયકાની કારકિર્દીમાં, તેમણે હિરાસતમાં
થયેલા મોતમાં આવું નુકસાન ક્યારેય જોયું નથી. એપ્સટીનની કાનૂની ટીમે પણ મેડિકલ એક્ઝામીનરના
નિષ્કર્ષ પર અસંતુષ્ટિ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત જેલમાં ઉજાગર થયેલી સુરક્ષાની ખામીઓ પણ શંકા વધારે
છે. અમેરિકન ન્યાય વિભાગનાં 2023નાં રિપોર્ટમાં જેલમાં ઘણી ખામીઓ હોવાનું વિગતવાર વર્ણન છે, જેમાં નિયમિત
સેલ ચેક ન કરવી અને તેનું રેકોર્ડ ન રાખવો સામેલ છે. એપ્સટીનની સેલમાં જરૂર કરતાં વધારે
બેડ અને કપડાં મળ્યા,
જેમાંથી કેટલાક ફટેલા હતા. તેનાં મૃત્યુ પહેલાં રાત્રે, એપ્સટીનના
સેલમેટ (જેલ રૂમ પાર્ટનર)ને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ કોઈને
ન મૂકવામાં આવ્યો હતો. લૉકડાઉન પછીના ઘણા કલાક સુધી 30 મિનિટના
ફરજિયાત ચેક ન કરવામાં આવ્યા,
અને ગાર્ડોએ બાદમાં સ્વીકાર્યું કે તેમણે રેકોર્ડમાં હેરાફેરી
કરી બતાવ્યું કે ચેક પૂરી થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે, એપ્સટીન
ઉપરની બેડથી લટકેલો મળ્યો,
તે અડધો બેઠો હતો અને તેના ગળામાં નારંગી રંગની પટ્ટી લપેટેલી
હતી.