• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

આધાર કાર્ડની ડિઝાઈનમાં આવશે આમૂલ સુધારો

            હવે કાર્ડ ઉપર ફક્ત ધારકની તસવીર અને ક્યૂઆર કોડ દેખાશે : અન્ય તમામ વિગતો રહેશે ગુપ્ત

નવીદિલ્હી,તા.1પ: આધાર કાર્ડની ડિઝાઈનમાં બહુ જલ્દી ખુબ મોટા ફેરફાર જોવા મળી શકે છે. યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.

એવું જાણવા મળી રહ્યું છે કે, સરકાર એક એવી સિસ્ટમ તૈયાર કરી રહી છે જેમાં ફિઝિકલ આધાર કાર્ડ ઉપર માત્ર કાર્ડ ધારકની તસ્વીર અને એક ક્યૂઆર કોડ જ દેખાશે અને બાકીની તમામ વિગતો છૂપાવી દેવામાં એટલે કે ગુપ્ત રાખવામાં આવશે.વાસ્તવમાં આ સુધારાનો ઉદ્દેશ આધારની ફોટોકોપી એટલે કે ઝેરોક્સનાં દુરુપયોગને રોકવાનો છે. બેન્ક, સિમ કાર્ડ કે અન્ય સેવાઓ માટે લોકો આધાર કાર્ડની કોપી જમા કરાવી દેતા હોય છે અને તેમાં નામ, સરનામુ, જન્મતારીખ અને આધાર નંબર સહિતની જાણકારીઓ નોંધાયેલી રહેતી હોય છે. જેનાં હિસાબે આ તમામ જાણકારીનાં દુરુપયોગની સંભાવના વધી જાય છે. આ જોખમને ઓછું કરવા માટે હવે નવું આધારકાર્ડ લાવવામાં આવે તેવી સંભાવના છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક