• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ગોંડલ : કારખાનામાં યુવતીનો દુપટ્ટો મશીનરીમાં ફસાતા મૃત્યુ

ગોંડલ, તા.14: ગોંડલ ગુંદાળા રોડ પર કારખાનામાં કામ કરતી વેળાએ 20 વર્ષીય યુવતીનો દુપટ્ટો મશીનરીમાં આવી જતા સર્જાયેલ અકસ્માતમાં તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાળા રોડ પર આવેલી ગુજરાત હાઇ સ્પીડ લિમિટેડ ફેક્ટરીમાં કામ કરતી મૂળ છત્તીસગઢ બિલાસપુરની રહેવાસી ભામીની બિહારી લાલ અગરિયા (ઉં.વ.20) કામ કરી રહી હતી ત્યારે તેનો દુપટ્ટો મશનરીમાં આવી જતા સર્જાયેલ અકસ્માતમાં તેણીનું મૃત્યુ નીપજતાં તેના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો યુવતીને બે ભાઈ અને ચાર બહેનનો પરિવાર છે જેમાં તેનું અકાળે મૃત્યુ નીપજતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો, તેની અંતિમ વિધિ તેનાં વતન કરવા માટે પરિવારજનો નીકળી ગયા હતા. ગુજરાત હાઇ સ્પીડ લિમિટેડ કંપનીએ તેને રોકડ રકમની સહાય કરી હોવાનું સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલ લોકોમાં ચર્ચાયું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક