• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

19મીથી એશિયન ગેમ્સ-20 : 46 દેશ ભાગ લેશે

 ઓપાનિંગ -ક્લાઝિંગ સેરીમની

ઓપાનિંગ સેરીમની 19મી સપ્ટેમ્બરનાં રોજ, જાપાનના સમય પ્રમાણે સાંજે 6-00 વાગે અને ભારતનાં સમય પ્રમાણે બપોરના 2-30 વાગે “પાલોમાં મિઝુહો’’ સ્ટેડિયમમાં રંગે ચંગે - શાહી ઠાઠથી થશે. જયારે ક્લાઝિંગ સેરીમની 4થી ઓક્ટોબરના રોજ જાપાનનાં સમય પ્રમાણે સાંજે 6-00 વાગે એટલે ભારતમાં બપોરના 2-30 વાગે ‘પાલોમા મિઝુહો’ સ્ટેડિયમમાં યોજાશે. તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. સમાપન વિધી થશે અને આગામી 2030માં જ્યાં એશિયાડ યોજવાનો છે તે યજમાન દેશ દોહા, કતારને ઔપચારિક રીતે સોંપણી થશે.

એમ્બ્લેમ

વીસમાં એશિયાડ ગેમ્સ નાં એમ્બ્લેમ યાને પ્રતીકનું અનાવરણ 1લી, એપ્રિલ, 2020 નાં રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ રંગ નાં ચિહનો છે. સત્તાવાર પ્રતીક હિરોશી મિયાંશિતા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેના મુખ્ય આકારમાં પ્રારંભિક અક્ષરો “અ’’ (એશિયા અને યજમાન આઈચી માટે છે) અને  “ગ’’ (યજમાન નાગોયા માટે છે )જે લાલ સૂર્ય તરફ વહેતા ગતિશીલ વળાંકો દ્વારા રચાય છે. તેમાં ત્રણ રંગો છે. જાંબલી, સોનેરી અને લીલો. જાંબલી રંગ એ આઇરીસનું પ્રતિનિધિત્વ કરે છે. જે યજમાન આઈચી પ્રિફેક્ચરનું સત્તાવાર ફૂલ છે. સોનેરી રંગ એ.. કિન્શાચીનું પ્રતિનિધિત્વ કરે છે. જે નાગોયા કિલ્લાની ટોચ પર પ્રતિષ્ઠિત પ્રતીક છે. જયારે લીલો રંગ એ.. પર્યાવરણીય ચેતના અને પર્યાવરણ - મૈત્રીપૂર્ણ ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ ચમકતો સૂર્ય એ “ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા’’નું તેજસ્વી ઊર્જાનું પ્રતિક છે.

માસ્કોટ

વિસમી એશિયન ગેમ્સનું માસ્કોટ “હોનોહોન’’ છે. તેનો અર્થ થાય છે “જ્યોત’’ જે પ્રાચીન જાપાની શબ્દ છે. તે જ્યોતને ઊંચી અને તેજસ્વી રીતે પ્રકાશિત થતી દર્શાવે છે. જેનો આકાર કાન (હો) જેવો હોય છે. જે ખેલાડીઓનાં હૃદયમાં જવલંત જુસ્સો અને બર્નિંગ ભાવના દર્શાવે છે. તેની ડિઝાઇન એક પૌરાણિક વાઘ - માથાવાળું કાર્પ અને નાગોયામાં પ્રખ્યાત રક્ષક દેવતાં “શચીહોકો’’ ની છે. તેની લાલ અને સફેદ ડિઝાઇનમાં કાબુકી -શૈલીનાં ચહેરાનાં નિશાન સામેલ છે. જે ન્યાય અને જુસ્સાનું પ્રતીક છે. રમતવીરોનાં પ્રદર્શનને જોવા માટે મોટી આંખો અને ઉત્સાહ તેમજ હાસ્ય સાંભળવા મોટા કાન છે.

એથ્લેટસ વિલેજ

વિસમી એશિયન ગેમ્સમાં રમવા પધારનાર રમતવીરોને ‘સેન્ટ્રલ એથ્લેટ્સ વિલેજ’નાં બદલે અનન્ય સ્થળોએ ફેલાયેલા કેન્દ્રોમાં રાખવામાં આવશે.

ફ્લોટીંગ વિલેજ - નાગોયા બંદરનાં ‘િકન્જો પિયર’ પર ડોક કરાયેલ ચાર્ટર્ડ ક્રુઝ શિપ કોસ્ટા સેરેનામાં લગભગ 4 થી 5000 ખેલાડીઓને રાખવામાં આવશે. કન્ટેનર હટ્સ - આશરે 2000 જેટલાં રમતવીરોને..‘ગાર્ડન પિયર’ પર શાપિંગ કન્ટેનર જેવા ડિઝાઇન કરાયેલા કામચલાઉ લાકડાનાં વીલામાં રાખવામાં આવશે. બાકીના રમતવીરોને આઈચી પ્રિફેક્ચર અને આસપાસનાં પ્રદેશોની હોટલોમાં રખાશે.

હવે મુખ્ય પ્રશ્ન એ છે કે.. આ રમતોત્સવ જાપાનના પીક ટાઈકુન સીઝન દરમ્યાન યોજાઈ રહ્યો છે..ત્યારે આયોજકોને પ્રતિકૂળ હવામાન અને ઊંચા ઉછળનાર મોજાઓનો કારણે ડોક કરેલા જહાજો અને તેમાં રહેનાર રમતવીરોને કટોકટીનાં સમયે સ્થળાંતર કેવી રીતે  કરવા તે મુખ્ય પ્રશ્ન રહેશે. આ લખાઈ રહ્યું છે ત્યારે જ જાપાનમાં ભૂકંપનાં આંચકા તો આવી જ ગયા!!

મોટ્ટો - મ્યુઝિક

    આ એશિયન ગેમ્સ નો મોટ્ટો “ઈંળફલય ઘક્ષય અતશફ’’  છે. જયારે આ રમતોત્સવનું સત્તાવાર થીમ સોન્ગ્સ “ઇયુજ્ઞક્ષમ વિંય જસુ’’ છે. જે બધા રમતવીરો માટે જુસ્સાવાળું લડાયક ગીત તરીકે બનાવવામાં આવ્યું છે. આમ આ વિસમી એશિયન ગેમ્સ 19 મી સપ્ટેમ્બર, 2026થી જાપાન માં આઈચી પ્રિફેક્ચર અને નાગોયા ખાતે શરૂ થઈ રહી છે.. તેની ઝલક માણ્યા પછી ભારત વિશે વિશેષ માહિત હવે પછી નાં લેખમાં ચર્ચીશું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક