• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

જામનગરમાં 3 પોલીસ અધિકારીઓ સામે સમન્સના આદેશથી ખળભળાટ

ACBની કાર્યવાહીમાં ગુનો નોંધાયા પહેલાં જ સર્ચ અને પંચનામું, ખાનગી ફરિયાદમાં કોર્ટે પ્રથમદર્શનીય ગુનો માન્યો

જામનગર, તા. 16 : જામનગરની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અદાલતે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદમાં મહત્વનો હુકમ કર્યો છે. ફરિયાદી ચંદ્રવિજયાસિંહ એચ. ઝાલા દ્વારા વર્ષ 2019માં એસીબી દ્વારા તેમના ઘર તેમજ કહેવાતી ઓફિસ ખાતે કરવામાં આવેલી સર્ચ અને પંચનામાની કાર્યવાહી સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે રજૂ થયેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું માની ફરિયાદને ફોજદારી કેસ તરીકે રજિસ્ટરે લેવાનો હુકમ કર્યો છે.

ગુનો નોંધાયા પહેલાં કાર્યવાહી કર્યાનો આક્ષેપ ફરિયાદ મુજબ, જામનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો તે પહેલાં જ સંબંધિત સ્થળોએ સર્ચ અને પંચનામાની કાર્યવાહી કરવામાં આવી

હતી. ફરિયાદીએ આ કાર્યવાહી કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ અને તેમને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કરવામાં આવી

હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે તેમણે કોર્ટ સમક્ષ વિવિધ દસ્તાવેજો અને પુરાવા રજૂ કર્યા હતા.

અદાલતે ફરિયાદીની રજૂઆત, સોગંદનામા પર નોંધાયેલા નિવેદન તેમજ રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓનું અવલોકન કર્યું હતું. પુરાવાના આધારે જાહેર સેવક દ્વારા કાયદાની અવગણના કરવા અંગે ભારતીય દંડ

સંહિતાની તેમજ મદદગારી અંગેની કલમ 

હેઠળ પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું કોર્ટે માન્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક