અરજી મારફતે નિર્ણય પરત ખેંચવા માગ : નવા નિયમોમાં યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનો અને પારદર્શકતા ન રાખી હોવાનો દાવો
નવી
દિલ્હી, તા. 16 : યુપીઆઈ મારફતે બે હજારથી વધારે રૂપિયાથી વધારેના વ્યવહાર ઉપર ચાર્જ
લગાડવાના નાણા મંત્રાલયના 14 સપ્ટેમ્બરના જાહેરનામાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી
દાખલ કરવામાં આવી છે. અંજના દત્તા દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 14 સપ્ટેમ્બરના
રોજ ચાર્જ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા અને 15 સપ્ટેમ્બરના રોજ એમડીઆર ફ્રેમવર્ક
માટે જાહેર બન્ને જાહેરનામાને રદ કરવામાં આવે, કારણ કે બન્ને અસંવૈધાનિક સંશોધન ઉપર
આધારીત છે.
હકીકતમાં
નાણા મંત્રાલય તરફથી પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ,2007ની ધારા 10એ હેઠળ જાહેરનામું
જાહેર કરવામાં આવ્યું છે. જેને પડકારતી અરજીમાં સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલા એમડીઆર
ફ્રેમવર્કને પુરી રીતે રદ કરવા માગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને નેશનલ પેમેન્ટ્સ
કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ 15 સપ્ટેમ્બર 2026ના રોજ એક નવું માળખું રજૂ કર્યું
હતું. આ અગાઉ વેપારીઓ ઉપર 2000 રૂપિયાથી વધારેના યુપીઆઈ પેમેન્ટ માટે 0.4 ટકા શુલ્ક
(એમડીઆર) લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. અરજકર્તાએ સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં
પડકાર્યો છે.
અરજીમાં
દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ચાર્જ લાગુ કરતા પહેલા પર્યાપ્ત કાનૂની પ્રક્રિયા
અપનાવી નથી અને પારદર્શકતા પણ રાખવામાં આવી નથી. આ માટે સામાન્ય લોકો પાસેથી મંતવ્યો
માગવામાં આવ્યા નથી. બીજી તરફ સરકારે સાફ કર્યું છે કે આ ચાર્જ માત્ર વેપારીઓ માટે
છે. સામાન્ય ઉપભોક્તા માટે પર્સન ટૂ પર્સન (પીટૂપી) ટ્રાન્ઝેક્શન અને 2,000 રૂપિયા
સુધીના મર્ચેન્ટ પેમેન્ટ પુરી રીતે મફત બની રહેશે.
કેન્દ્ર
સરકાર દ્વારા યુપીઆઈ પેમેન્ટ ઉપર એમડીઆર ચાર્જ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ ચાર્જ
અમુક વેપારીઓ ઉપર લાગુ કરવામાં આવ્યો છે. સામાન્ય લોકો, ગ્રાહક કે નાના વેપારીઓ ઉપર
ચાર્જ લાગશે નહી. સર્ક્યુલર અનુસાર જે કારોબારીઓની માસિક યુપીઆઈ લેવડદેવડ 1 લાખથી વધારેની
છે તેના ઉપર ચાર્જ લાગુ કરવામાં આવશે. નવો નિયમ 15 ઓક્ટોબરથી પ્રભાવી માનવામાં આવશે.
મોદી
અમેરિકા સામે ઝૂકી ગયા,
ઞઙઈં
ટેક્સ પાછો ખેંચો : રાહુલ
નવીદિલ્હી,
તા.16 : ભારત સૌથી આસાન અને લોકપ્રિય ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ 1પમી ઓક્ટોબરથી ફ્રી રહેવાનું
નથી. એનસીપીઆઇ દ્વારા 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ઉપર 0.40 ટકા મર્ચન્ટ
ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ ફેંસલા સામે
અનેક સવાલો ઉઠવા લાગ્યા છે અને વિપક્ષમાં રાહુલ ગાંધી મુખર રહીને આ મુદ્દે સરકાર ઉપર
હુમલો બોલાવી રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અમેરિકા સામે ઝૂકવાનો આરોપ
લગાવીને યુપીઆઈ ટેક્સ પાછો ખેંચવાની માગણી ઉઠાવી છે.
લોકસભામાં
વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાનાં એક સોશિયલ મીડિયા વીડિયો પોસ્ટમાં
કહ્યું છે કે, જ્યારે ઇન્દિરા ગાંધીને પૂછવામાં આવ્યું કે તેમનો ઝૂકાવ ડાબેરી છે કે
જમણેરી તયારે તેમણે જવાબ આપ્યું હતું કે, હું ડાબે કે જમણે નથી ઝૂકતી. સીધી ઉભી રહું
છું. રાહુલે આગળ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનો વિચાર આનાથી બિલકુલ અલગ છે. તેમણે
તો ડાબે કે જમણેની બદલે સીધા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકવાનો ફેંસલો
કરી લીધો છે. યુપીઆઇ ઉપર ટેક્સ લગાવીને અને અમેરિકાને મોટી રકમ આપીને તેમણે દરેક ભારતીય
ઉપર ટેક્સનો બોજ નાખી દીધો છે. મોદીજી, કૃપા કરીને અમેરિકા સામે ઝૂકવાનું બંધ કરો અને
કરોડરજ્જુ સીધી રાખો. યુપીઆઇ ટેક્સ પાછો ખેંચો. ધન્યવાદ.