આઈપીએલ 2025નો શુભારંભ થઈ ચૂક્યો છે. ઈડન ગાર્ડન્સમાં થયેલી ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન મંચ ઉપર જોવા મળ્યો હતો જ્યારે શ્રેયા ઘોષાલ, દિશા પટણી અને રૈપર કરણ ઔજલાએ જાદુ પાથર્યો હતો. આ દરમિયાન સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. આઈપીએલ 2025મા પહેલો મુકાબલો કેકેઆર અને આરસીબી વચ્ચે થયો છે. સીઝનમાં લગભગ બે મહિના સુધી 13 શહેરમાં 10 ટીમ વચ્ચે 71 મુકાબલા થશે જ્યારે દુનિયાની સૌથી લોકપ્રિય અને ધનિક લીગનો ફાઈનલ મુકાબલો 25 મેના રોજ કોલકાતામાં જ થવાનો છે.