કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પીછો કરતા પાકિસ્તાની બોટમાંથી માદક દ્રવ્યોનો 311 પેકેટ જથ્થો દરિયામાં ફેંકી દેવાયો
કબજે
થયેલું નાર્કોટિક્સ પોરબંદર લવાયું: સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉંડાણથી તપાસ હાથ ધરવામાં
આવી
મોદી
સરકાર ડ્રગ નેટવર્કને નિર્દયતાથી ખતમ કરી રહી છે : અમિત શાહ
પોરબંદર,
તા.14: આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ગુજરાતના દરિયામાં આવી રહેલી પાકિસ્તાનની એક બોટમાં
મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની માહિતી કોસ્ટગાર્ડ અને એ.ટી.એસ.ને મળતા રાત્રિના સમયે
દરિયામાં વોચ ગોઠવવામાં આવતા શંકાસ્પદ બોટ ડિટેક્ટ થઇ હતી. સુરક્ષા એજન્સીઓ એ બોટ સુધી પહોંચે એ દરમ્યાન જ ડ્રગ્સનો 311 પેકેટ જથ્થો કે
જેની કિંમત 1800 કરોડ થવા જાય છે તે સમુદ્રમાં ફેંકીને પેડલરો તેમની બોટ સાથે અંધારામાં
ઓગળી જતા ભારે ચર્ચાઓ જાગી છે.
મળતી
માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસ સાથે સંયુક્ત રીતે સમુદ્રમાં ગુપ્ત
માહિતી આધારિત નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું. આશરે રા. 1800 કરોડની કિંમતનો
311 પેકેટ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશન આંતર-એજન્સી સંકલનનું એક ઉત્તમ
ઉદાહરણ હતું જેમાં ગુજરાત એટીએસ તરફથી પુષ્ટિ કરાયેલ ઇનપુટના આધારે, ઉત્તર મહારાષ્ટ્ર,
દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બહુ-મિશન તૈનાતી પર રહેલા કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર (પશ્ચિમ) ના
એક ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા રેખાની નજીક ટ્રાન્સશિપમેન્ટના
પ્રયાસને તે હાથ ધરાય તે પહેલાં જ ડાયવર્ટ કર્યો અને અટકાવ્યો, જેના કારણે સફળ કામગીરી
થઈ.
એ.ટી.એસ.
ના વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ઇનપુટના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજે ઘેરા અંધારા છતાં
એક શંકાસ્પદ પાકિસ્તાની બોટની ઓળખ કરી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજ નજીક આવી રહ્યું
હોવાની જાણ થતાં, શંકાસ્પદ બોટે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા રેખા તરફ ભાગવાનું શરૂ કરતા
પહેલા તેનો માદક દ્રવ્યોનો જથ્થો દરિયામાં ફેંકી દીધો. ક્રોસ ઓવરના પરિણામે પીછો બંધ
થયો અને ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શંકાસ્પદ બોટને પકડી શક્યું નહીં હોવાથી બોટ દરિયામાં
નાશી છૂટી હતી. સતર્ક ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજે શંકાસ્પદ બોટનો પીછો શરુ કરતી વખતે
જપ્ત કરાયેલા માલને શોધવા માટે તાત્કાલિક તેની દરિયાઈ બોટને તૈનાત કરી હતી અને તેના
દ્વારા દરિયામાં ફેંકી દેવાયેલો માલ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને
311 પેકેટ નશીલો પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય
દરિયાઇ સીમા રેખાની નિકટતા અને ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજ અને બોટ વચ્ચેના પ્રારંભિક
અલગતાને કારણે ગુનેગાર થોડા જ સમયમાં આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા રેખા પાર કરે તે પહેલાં
તેને અટકાવવામાં મદદ મળી. દરમિયાન, દરિયાઈ બોટમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ટીમે, કઠિન રાત્રિની
પરિસ્થિતિમાં સંપૂર્ણ શોધખોળ કર્યા પછી, દરિયામાં ફેંકવામાં આવેલ મોટા પ્રમાણમાં માદક
દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો અને તપાસ કરવામાં આવતા 1800 કરોડ રૂપિયાનો આ જથ્થો
હોવાનું જાણવા મળ્યુ હતુ. કોસ્ટગાર્ડ દ્વારા કબજે કરવામાં આવેલ 1800 કરોડ રૂપિયાનું
311 પેકેટ ડ્રગ્ઝ પોરબંદર સ્પેશિયલ ઓપરેશન
ગ્રુપની ઓફિસ ખાતે લાવવામાં આવ્યુ છે અને દરિયામાં
ફેંકી દેવાયા બાદ કબજે કરવામાં આવ્યો આ નશીલા પદાર્થની એફ.એસ.એલ. તપાસ હાથ ધરવામાં
આવી છે.
ગુજરાત
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તાસિંહ ગોહિલે એકસ પર પોસ્ટ કરતા કહ્યું કે, ગઈ રાત્રિના
ગુજરાતના દરિયાકિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું
પ્રવેશદ્વાર બની ગયું છે . ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે.
યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે. ડ્રગ્સની
હેરાફેરી કરનારના ભૂતકાળમાં બીજેપી નેતાઓ સાથેના કનેક્શન ઉજાગર થયા છે.
ગુજરાતમાં
1800 કરોડનું ડ્રગ્સ પકડી પાડવા બદલ ગુજરાત એટીસ અને ભારતીય કોસ્ટગાર્ડને કેન્દ્રિય
ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે બિરદાવ્યા હતા. તેમણે મોદી સરકાર ડ્રગ્સ નેટવર્કને
નિર્દયતાથી જડમૂળથી ઉખેડી રહી છે એમ કહેતા એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે ડ્રગ્સ
મુક્ત ભારત બનાવવાના સતત પ્રયાસોમાં, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક 1800 કરોડની કિંમતના
300 કિલો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ
સાથે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર
બન્ને એજન્સીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ ઓપરેશન ડ્રગ્સની દાણચોરીને નાથવા
માટે આંતર એજન્સી સહયોગની અસરકારકતાને દર્શાવે છે. અગાઉના સંયુક્ત ઓપરેશન્સની જેમ જ
ઇન્ડિયાન કોસ્ટ ગાર્ડ, એનસીબી અને એટીએસનું સંયુક્ત ઓપરેશન નોંધપાત્ર જપ્તીમાં પરિણમ્યું
છે.
તામીલનાડુની
બોટને આપવાનો હતો પાકિસ્તાનના ડ્રગ માફિયા ફીદાનો માલ
પાકિસ્તાનના
ડ્રગ માફિયાએ આ જથ્થો તામીલનાડુની બોટને આપવા માટે મોકલ્યો હતો. જેની વધુ માહિતી આપતા
ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓએ જણાવ્યું હતુ કે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર
જે.એમ. પટેલને તા. 10-4-2025ના 10:30 વાગ્યે ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળી છે કે,
પાકિસ્તાનના ફીદા નામના ડ્રગ્ઝ માફિયાનો આશરે 400 કિલો જેટલો ગેરકાયદે માદક પદાર્થનો
જથ્થો પસનીબંદરેથી પાકિસ્તાનની બોટમાં ભરી તા. 12-4-2025ના રાતના 10 કલાકે તા. 13-4-2025ના સવારે 4 દરમ્યાન પોરબંદરના
આઇ.એમ.બી.એલ. નજીક ભારતીય જળસીમામાં આવનાર છે અને ચેનલ નંબર 48 ઉપર પોતાની કોલ સાઇન
‘રમીઝ’ના નામથી તામિલનાડુ બાજુની કોઇ બોટને ‘સાદિક’ ના નામે બોલાવી તેને આપનાર છે અને
તે માદક પદાર્થનો જથ્થો તામિલનાડુ લઇ જનાર છે.