-સિસ્ટમની લોલંલોલનો છઝઈંમાં ખુલાસો
નવી
દિલ્હી તા.16 : આરટીઆઈના માધ્યમથી ચોંકાવનારો ખુલાસો થયો છે કે દર વર્ષે થતાં 83 લાખ
મૃત્યુ સામે છેલ્લા 14 વર્ષમાં માત્ર 1.1પ કરોડ આધાર જ નિક્રિય કરવામાં આવ્યા છે.
ભારતીય
વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યૂઆઈડીએઆઈ) એ 14 વર્ષ પહેલા કાર્યક્રમની શરૂઆત કર્યા બાદથી
1.1પ કરોડ આધાર નંબરોને નિક્રિય કરવામાં આવ્યા છે જે આંક દેશમાં દર વર્ષે થતાં મૃત્યુની
તુલનાએ અત્યંત ઓછો છે. એક આરટીઆઈ અરજીના જવાબમાં મળેલી માહિતીમાં આ બાબતનો ખુલાસો થયો
છે. દેશમાં દર વર્ષે સરેરાશ 83 લાખ લોકોના મૃત્યુ થાય છે. જૂન ર0રપ સુધીમાં ભારતમાં
14ર.39 કરોડ આધારધારક નોંધાયેલા છે. યુએન જનસંખ્ય ા કોષ અનુસાર એપ્રિલ ર0રપ સુધીમાં
દેશની જનસંખ્યા 146.39 કરોડ હતી. નાગરિક નોંધણી
વ્યવસ્થા મુજબ સત્તાવાર અ ાંક દર્શાવે છે કે ભારતમાં ર007થી ર019 વચ્ચે દર વર્ષે સરેરાશ
83.પ લાખ લોકોના મૃત્યુ થયા છે.
તેમ
છતાં યૂઆઈડીએઆઈ તરફથી મૃત લોકોના આધાર નંબરને નિષ્છિરકય કરવાનું પ્રમાણ અત્યંત ઓછુ
છે. અંદાજિત મૃત્યુમાં 10 ટકાથી પણ ઓછા મામલામાં આધાર નંબરને નિક્રિય કરવામાં આવ્યા
છે. અધિકારીઓએ સ્વીકાર્યુ કે આધાર નંબરને નિક્રિય કરવાની પ્રક્રિયા જટીલ છે અને મહદઅંશે
રાજય સરકારો તરફથી જારી કરવામાં આવેલા ડેથ સર્ટિ. અને પરિવારના સદસ્યો તરફથી આપવામાં
આવેલી માહિતી જેવા બહારના આંકડાઓ પર આધારિત છે. યૂઆઈડીએઆઈએ જણાવ્યું કે તે આધારના નિક્રિય
થવા પર અથવા જે લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે, ત્યાર બાદ પણ તેમના આધાર કાર્ડ સિસ્ટમમાં
સક્રિય છે, તેવો કોઈ ડેટા પોતાની પાસે રાખતું નથી. આવા ખુલાસા બાદ મૃત લોકોના આધાર
નંબરના દુરુપયોગની આશંકા વધી છે. સિસ્ટમની આ એક એવી ખામી છે જે સરકારી યોજનાઓ, સબસિડી
અને ઓળખ સાથે સંબંધિત સેવાઓને અસર કરી શકે છે.