ક્ષ કચ્છ જિલ્લો 58.46% સાથે મોખરે, સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01% વરસાદ
અમદાવાદ,
તા.16: ગુજરાતમાં મે મહિનાથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આ પછી જૂન મહિનામાં
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અસર કચ્છ-સૌરાષ્ટ્ર
અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહ્યું હતું. જ્યારે હવે જુલાઈ મહિનાની
શરૂઆતથી મેઘરાજાએ જાણે બ્રેક લીધો હોય તેવી સ્થિતિ છે, ત્યારે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ
વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 51.09% વરસાદ નોંધાયો છે. જેમાં
સૌથી વધુ કચ્છ જિલ્લામાં 58.46% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 55.19% વરસાદ ખાબક્યો છે
જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01% સરેરાશ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ
ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં
33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09%
છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 58.46%, દક્ષિણ ગુજરાતમાં 55.19%, સૌરાષ્ટ્ર અને
પૂર્વ મધ્ય વિસ્તારમાં 49.26% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01% સરેરાશ વરસાદ નોંધાયો
છે.
હવામાન
વિભાગની આગાહી અનુસાર 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદ વિરામ લેશે. હવામાન નિષ્ણાતના
અનુસાર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23થી 27 જુલાઈ
દરમ્યાન ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે
વરસાદ પડશે. 26થી 29 જુલાઈ વચ્ચે પણ અણધાર્યા વરસાદની સંભાવના છે. 6થી 10 ઓગસ્ટ વચ્ચે
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે.