- બેંગકોકમાં પુત્રીની હાજરીમાં માર મારી પતિ કેનેડા ભાગી ગયોઃ ગોંડલ રહેતી પરિણીતાની મોરબીના સાસરિયાઓ સામે ફરિયાદ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ,
મોરબી,તા.14ઃ રાજકોટઃ મોરબીમાં રહેતા અને હાલ કેનેડા સ્થાયી થયેલા શખસે પોતાની પત્ની પર ગુજારેલા
અત્યાચારની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલ પિયર રહેતી અભિલાષાબેન હર્ષદભાઈ કડીવારે
મોરબીમાં રહેતા પતિ,
સાસુ અને જેઠ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ પુત્રીનો જન્મ થતા જ સાસરિયાઓએ કરિયાવર મુદ્દે
મેણાં-ટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બેંગકોકમાં ક્રૂરતાની પરાકાષ્ઠા ફરિયાદ
મુજબ, પુત્રની ઘેલછામાં સાસરિયાઓએ પરિણીતાને બે વખત ગર્ભપાત કરાવવા મજબૂર કરી હતી. એપ્રિલ
2022માં દંપતી કેનેડા ગયું હતું,
જ્યાં પતિને દારૂ અને નોનવેજની લત વળગી હતી. સપ્ટેમ્બર 2025માં ભારત
આવ્યા બાદ પતિ-પત્ની ઈંટની સારવાર માટે બેંગકોક ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન પતિએ
પત્નીને જબરદસ્તી નોનવેજ ખાવા દબાણ કર્યું હતું અને ઈનકાર કરતા 12 વર્ષની
પુત્રીને બાથરૂમમાં પૂરી દઈ પરિણીતાને ઢોર માર માર્યો હતો. ડિજીટલ એસેટ્સ હેક કરી પતિ
ફરાર પીડિતાએ વધુમાં જણાવ્યું કે,
તેનો પતિ તેના તમામ અસલી ડોક્યુમેન્ટ્સ અને સોનાના દાગીના પચાવી
પાડÎા છે. એટલું જ નહીં,
પતિએ પરિણીતાનું વોટ્સએપ અને ઈમેઈલ આઈડી પણ હેક કરી લીધું છે
અને હાલ તે કેનેડા નાસી છૂટÎો છે. અંતે કંટાળીને પરિણીતાએ પિયર આશરો લઈ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.