• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

ગુજરાતથી નીકળેલા અલ કાયદાના બે આતંકી આસામમાં ઝડપાયા ગુવાહાટી રેલવે સ્ટેશને પોલીસે દબોચ્યા, બંન્ને બાંગ્લાદેશી

સિલચર તા.14 : આસામના ગુવાહાટી રેલવે સ્ટેશને પોલીસની સ્પેશિયલ ટીમે એક મોટી સફળતામાં અલકાયદાના બે બાંગ્લાદેશી આતંકીને ઝડપી લીધા છે. આ બંન્ને ભારતમાં આતંકી નેટવર્ક ઉભું કરવાનું કાવતરુ ઘડી રહ્યા હતા. બંન્ને બાંગ્લાદેશી છે અને ગુજરાતથી નીકળ્યા હતા અને આસામ પહોંચતા ગુવાહાટીમાં પકડાયા છે.

પોલીસ સૂત્રો અનુસાર બંન્ને આતંકીની ઓળખ બહાર મિયા (30) અને રાચેલ મિયા (40) તરીકે થઈ છે અને અંસારુલ્લાહ બાંગ્લા ટીમના સદસ્ય છે. જે અલકાયદા ભારત સાથે સંબંધિત છે. બંન્ને ગુજરાતથી ગુવાહાટી આવ્યા અને અહીંથી સિલચર જઈ રહ્યા હતા. તેમનો ઈરાદો આસામમાં આતંકી નેટવર્ક ઉભું કરવાનો હતો. બંન્ને પાસપોર્ટ વિના લાંબા સમયથી ભારતમાં ગેરકાયદે રહેતાં હતા. ગુપ્તચર બાતમીના આધારે પોલીસે ગુવાહાટી રેલવે સ્ટેશને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ અને બંન્નેને ટ્રેનમાંથી ઝડપી લીધા હતા. બંન્ને વિરુદ્ધ કેસ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત વર્ષ ઓગસ્ટમાં પણ આસામ પોલીસે આ જ સંગઠનના બે આતંકીને પકડયા હતા. કેટલાક નાના મદરેસાઓ સાથે આ સંગઠનની લિંક મળી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024