કેન્દ્ર સરકારનું 2026-27 માટેનું બજેટ એકંદરે વિકાસના પથ પર શાણપણ અને સંતુલન સાથે આગળ વધનારું છે. મોટી ધડાકાબંધ જાહેરાતો ગેરહાજર છે. તેને માટે અવકાશ પણ ન હતો. નાણાપ્રધાને ખાધઘટાડો, વિકાસખર્ચ, સમાવેશક વિકાસ, અદ્યતન ટેક્નોલોજીના પડકારો, સંરક્ષણ દળોની જરૂરિયાતો અને ચાવીરૂપ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વ્યક્તિગત
આવકવેરો કે કોર્પોરેટ ટેક્સમાં કોઈ નવી રાહત અપાઈ નથી. ઉલટું વાયદાના સોદાઓ પરનો એસ
ટી ટી (િસક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ)
0.02 ટકાથી વધીને 0.05 ટકા થવાથી શેરબજારને ઝટકો લાગ્યો છે. આ પગલાંથી શેરબજારોમાં
કામકાજ ઘટશે અને વિદેશી રોકાણકારો થશે એમ કહેવાય છે, પણ આવા આંચકાઓ ટૂંકજીવી હોય છે.
વળી સટ્ટાકીય કામકાજમાં મધ્યવર્ગના નાના છૂટક
રોકાણકયોરનાં ભોગે અદ્યતન ટેક્નોલોજી અને ઊંડાં ખિસ્સાંવાળા મોટા રોકાણકારો કમાતા હોવાનું
બહાર આવ્યા પછી નાણામંત્રાલય આવાં કામકાજને હતોત્સાહ કરવા માગે તો તેમાં કશું ખોટું
નથી. સોવરેન ગોલ્ડ બોન્ડ પરની એક છટકબારી સરકારે બંધ કરી છે. આઠ વર્ષની મુદ્દતનાં ગોલ્ડ
બોન્ડ પર રોકાણકારને મળના મૂડી લાભને કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ અપાઈ હતી. સોનાના
ભાવ વધી ગયા એટલે ગોલ્ડ બોન્ડ પર પ્રીમિયમ
બોલવા લાગ્યાં. ઘણા લોકોએ કેપિટલ ગેઈન્સ ટેક્સ બચાવવા માટે બજારમાંથી ગોલ્ડ બોન્ડ ખરીદીને
કરમાફીનોલાભ મેળવ્યો હતો. હવે નાણાપ્રધાને જાહેરાત કરી છે કે જે લોકોએ મૂળ ઇશ્યૂ વખતે
સરકાર પાસેથી સીધાં બોન્ડ ખરીદ્યાં હશે તેમને જ મૂડી કર મા ફી નો લાભ મળશે. જેમને બજારમાંથી ખરીદ્યાં
હશે તેમને કરમાફી નાહિં મળે. આવી જોગવાઈ કરવી અને તે પણ પાછલી મુદ્દતથી લાગુ પાડવી
એ ઘણા રોકાણકારોને દગાબાજી જેવું લાગશે. પરંતુ
સરકારે ગોલ્ડ બોન્ડમાં તેનાં આંગળાં એવા દઝાડ્યા છે કે કોઈ પણ રીતે નુકસાની કાપવા તે
આતુર છે.
સીધા
કરવેરામાં આવકવેરાની જૂની કે નવી પ્રણાલીમાં કોઈ નવી રાહત અપાઈ નથી. પરંતુ નાણાપ્રધાનના
પ્રસ્તાવો સમગ્ર વ્યવસ્થામાં માળખાગત સુધારા કરનારા છે. કરદાતાઓ માટે કાયદો સરળ બનશે,
રિટર્ન ફાઈલ કરવાનું સરળ બનશે, વિવાદો ઓછા થશે અને અનુપાલન માટે વધુ સમય મળશે. આડકતરા વેરામાં નિકાસની સ્પર્ધાત્મક્તાને ધ્યાનમાં રાખીને કસ્ટમ ડ્યૂટીમાં અને વિપરીત જકાતમાળખાને
દુરસ્ત કરવા માટે જી એસ ટી માં સંખ્યાબંધ ફેરફારો કરાયા છે જ વેપારધંધો કરવાની સુગમતામાં
વધારો કરનારા છે.
ખર્ચની
વાત કરીએ તો કલ્યાણ યોજનાઓ યોગ્ય વર્ગો માટે તકાયેલી છે. ખેડૂતો અને રોજગારી માટે સૌથી
વધુ ફાળવણી કરાઈ છે. ઓપરેશન સિંદૂરને પગલે સંરક્ષણ માટેની જોગવાઇમાં થયેલો વધારો અતિશય
જરૂરી અને આવકારપાત્ર છે. નાણાકીય ક્ષેત્રના સુધારા માટે એક સમિતિ રચવાની છે. બોન્ડ
માર્કેટમાં માર્કેટ મેકર્સ નીમવાનો વિચાર સકારાત્મક છે અને કામકાજને વધારવામાં સહાયરૂપ
થઇ શકે. નીતિની નજરે જોતા બજેટ ખેતી, ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્ર અને નિકાસ પર કેન્દ્રિત થયેલું છે જે એકેમક સાથે સંકળાયેલાં છે. સાથોસાથ
દુર્લભ ખનિજો અને રેર અર્થ મેગ્નેટ્સ માટે ચીન પરનું અવલંબન ઘટાડવા માટે પણ કેટલીક
પહેલ કરાઈ છે. ડેટા સેન્ટરોને અપાયેલું પ્રોત્સાહન ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરોના મથક તરીકે ભારતનું સ્થાન સુદ્રઢ
બનાવશે.
ગયા
વર્ષની જેમ આ વર્ષે પણ નાણાપ્રધાને વિકાસખર્ચમાં વધારો કરવા સાથે ખાધઘટાડો પણ ચાલુ
રાખ્યો છે. ગયા બજેટમાં આવકવેરામાં અપાયેલી રાહત અને ત્યાર બાદ જીએસટીના દરોમાં કરાયેલા
ઘટાડાને કારણે કરવેરાની આવક મૂળ અંદાજ કરતાં ઓછી રહી છે. સામે પક્ષે વિકાસખર્ચ પણ મૂળ
જોગવાઈ કરતાં થોડો ઓછો રહ્યો છે. આવતા વર્ષ 2026-27 માટે વિકાસખર્ચ રૂ. 10.95 લાખ કરોડના
સુધારિત અંદાજથી વધારીને રૂ. 12.22 લાખ કરોડ કરાયો છે. ખાનગી રોકાણમાં થોડો સળવળાટ
દેખાય છે છતાં મોદી સરકાર મૂડીરોકાણના અભાવે વિકાસ ધીમો પડવાનું જોખમ લેવા માગતી નથી.
આવક ઘટવા છતાં બજેટખાધને મૂળ અંદાજ (રાષ્ટ્રીય આવકના 4.4 ટકા) સુધી સીમિત રાખવામાં
નાણાપ્રધાનને સફળતા મળી છે. આવતા વર્ષ માટે 4.3 ટકાનો લક્ષ્યાંક રખાયો છે. નાણાંવર્ષ
2026-27થી બજેટખાધને બદલે સરકારનું કરજ કરકસરનો માપદંડ બનશે. કેન્દ્ર સરકારનું કરજ
હાલ રાષ્ટ્રીય આવકના 56.1 ટકા છે તે આવતે વર્ષે ઘટાડીને 55.1 ટકા સુધી અને 2030-31
સુધીમાં 50 ટકા કરવાની સરકારની નેમ છે. વિકસિત દેશ બનવું હોય તો કરજ ઘટાડવું જ રહ્યું.
આ બજેટમાં રૂ. 14.04 લાખ કરોડ વ્યાજની ચૂકવણી માટે ફાળવાયા છે જે સરકારની કુલ આવકના
40 ટકા, કરવેરાની આવકના 49 ટકા અને બજેટખાધના 82.8 ટકા થાય છે. કરજ ઘટે તો વ્યાજનું ભારણ ઓછું થાય અને
વધુ નાણાં વિકાસકાર્યો માટે ઉપલબ્ધ બને.
નાણાપ્રધાનની
સાવધાની તેમના આવકોના અંદાજમાં પ્રગટ થાય છે. સીધા તેમ જ આડકતરા કરવેરામાં રાહતોને
કારણે તેમ મૂડી પ્રાપ્તિઓ ઓછી રહેવાથી સરકારની કુલ આવકમાં આશરે રૂ. 78,000 કરોડનું
(2.3 ટકાનું) ગાબડું પડ્યું છે. આ વર્ષે તેમણે કરવેરાની આવકમાં સુધારિત અંદાજ કરતા
માત્ર 7 ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો છે જે નોમિનલ ફુગાવા સહિતની) રાષ્ટ્રીય આવકના
અંદાજિત વધારા કરતાં પણ ઓછો છે. નોમિનલ રાષ્ટ્રીય આવકમાં 10 ટકાનો વધારો અપેક્ષિત છે
અને ખરો (ફુગાવો બાદ કર્યા પછીનો)િવકાસદર 6.8-7.2 ટકા રહેવાનો અંદાજ છે. અર્થાત જથ્થાબંધ
ફુગાવો ત્રણેક ટકા અને છૂટક ફુગાવો ચારેક ટકા રહેશે. મોટું કરજ લેવાની જરૂરિયાત અને
ફુગાવો વધવાની સંભાવના જોતાં રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવાને બદલે યથાવત રાખવાનું પસંદ
કરે એવી શક્યતા વધુ છે. એકંદરે આ બજેટમાં નાણાકીય શાણપણ અને ભવિષ્યના આશાસ્પદ ક્ષેત્રો નેં ઉત્તેજન આપવા વચ્ચે સમતુલા સાધવામાં
આવી છે.
અંતે,
કેન્દ્રીય બજેટમાંથી નવીનતા અને આશ્ચર્યનું તત્ત્વ અદ્રશ્ય થઇ રહ્યું છે. બજેટને વધુપડતું
મહત્ત્વ મળી રહયું છે. આ બજેટમાં એવું કશું નથી કે તેને રવિવારે જ રજૂ કરવું પડે.