પર્યાવરણીય ધોરણોના ઉલ્લંઘન મામલે મહત્ત્વનું અવલોકન
નવી
દિલ્હી, તા.31 ઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) ના એ આદેશને
સમર્થન આપ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ કંપની તેની મોટા પાયે કામગીરીમાંથી
વધુ નફો કમાય છે તો તેણે પર્યાવરણીય ખર્ચ માટે વધુ જવાબદારી ઉઠાવવી પડશે. આદેશમાં પર્યાવરણીય
ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ બિલ્ડર પર રૂ.5 કરોડનું પર્યાવરણીય વળતર લાદવામાં આવ્યું
હતું.
બેન્ચે
અવલોકન કર્યું કે પર્યાવરણીય સંરક્ષણ સંબંધિત કેસોમાં કંપનીના કામગીરીના સ્કેલને પર્યાવરણીય
નુકસાન સાથે જોડવું વળતર નક્કી કરવામાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ હોઈ શકે છે. ઘણીવાર સંસાધનોનો
વધુ ઉપયોગ, વધુ ઉત્સર્જન અને વધુ કચરો થાય છે જેનાથી પર્યાવરણ પર વધુ દબાણ આવે છે.
બેન્ચે ધ્યાને લીધુ કે કંપનીનું ઊંચું ટર્નઓવર તેના કામગીરીના વિશાળ સ્કેલને પ્રતાબિંબિત
કરે છે. જો આવી કંપની નોંધપાત્ર રીતે પર્યાવરણીય નુકસાનમાં ફાળો આપતી હોવાનું જાણવા
મળે છે તો તેનું ટર્નઓવર નુકસાનની માત્રા સાથે સીધુ સંબંધિત હોઈ શકે છે.