• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે પ્રેરણા આપતું બજેટ : મુખ્યમંત્રી

સમાજનાં દરેક ક્ષેત્રો અને વર્ગને સૌના સાથ, સૌના વિકાસનાં મંત્રથી આવરી લેવાનો સરાહનીય અભિગમ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 1 : કેન્દ્રિય બજેટ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવે તેવું છે. ત્રણ કર્તવ્ય પર ઝોક આપતું બજેટ છે. આ ત્રણ કર્તવ્યમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ છે. તેમણે કહ્યું કે, બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવાં ક્ષેત્રો પર ધ્યાન અપાયું છે. એમએસએમઇ પર ભાર મૂકવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને   જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતને લાભદાયી છે. 

પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક્સ સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.

ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતનાં આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે. મ્યુનિસિપલ બોન્ડ માટે મોટી જાહેરાત છે. જામનગરના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓનાં સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે.

તેમણે ઉમેર્યું હતું કે લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્ત્વીય વિરાસત ક્લસ્ટર ટૂરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન વધશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટૂરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટૂરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે.

 

કેન્દ્રીય બજેટથી ગુજરાતના વિકાસને બૂસ્ટર ડોઝ મળશે

અમદાવાદ, તા.1 : નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલા વર્ષ 2026-27નાં બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ વધાવવાનું અને ગુજરાતના ઉદ્યોગ સહિતનાં તમામ ક્ષેત્રને બૂસ્ટર ડોઝ આપનારું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ બજેટથી ગુજરાતને થનાર લાભ...

હ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા સુરતને પૂર્વ ભારતના દાનકુની સાથે જોડવાની જાહેરાત લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની દિશામાં એમાસ્ટરસ્ટ્રોક સાબિત થશે.

હ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત પાસે હવે પૂર્વ ભારત તરફ વેપાર કરવા માટે ‘હાઈ-સ્પીડ’ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

હ જામનગરનાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓનાં સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે.

હ          લોથલ-ધોળાવીરાનો દેશની 15 પુરાતત્ત્વીય વિરાસત ક્લસ્ટર ટૂર0ાuઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ કરવાથી પ્રવાસન દ્વારા  ગુજરાતમાં વિરાસત ભીનો અભિગમ સાકાર થશે. 

હ ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. 

હ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે. 

હ ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતનાં આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે. 

હ ગુજરાત દેશમાં મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે.

હ મ્યુનિસિપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે. 

હ 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજિયોન બનાવવાની જાહેરાતથી રાજ્યનાં નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે. 

હ દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટૂરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટૂરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે. 

હ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવાં ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.

હ એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. 

હ કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક