- જોકોવિચની નજર 25 ખિતાબ જીતીને ઈતિહાસ રચવા ઉપર ઃ અલ્કરાજ પણ આપશે ટક્કર
નવી
દિલ્હી, તા. 31 ઃ ઓસ્ટ્રેલિયન ઓપનમાં આવતીકાલે સર્બિયાના નોવાક જોકોવિચ અને સ્પેનના
નંબર વન કાર્લોસ અલ્કરાજ વચ્ચે ખિતાબી મુકાબલો થશે. જોકોવિચે સેમિફાઈનલ મુકાબલામાં
ઈટાલીના યાનિક સિનરને ચાર કલાક નવ મિનિટના મુકાબલામાં હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી
હતી. જોકોવિચ આ રીતે હવે પોતાના રેકોર્ડ 25મા ગ્રાન્ડસ્લેમ ખિતાબથી એક કદમ દૂર છે.
38
વર્ષિય જોકોવિચે બે વખતના ચેમ્પિયન સિનરને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવતા ઓપન એરાનો
ફાઈનલમાં પહોંચનારો સૌથી વધુ વયનો ખેલાડી બન્યો હતો. 24 ગ્રાન્ડસ્લેમ વિજેતા જોકોવિચ
ઓસ્ટ્રેલિયન ઓપનમાં 11મી ખિતાબી જીત માટે રવિવારે રમશે. જોકોવિચે આ અગાઉ 2008,
2011,2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 અને 2023મા ખિતાબ જત્યો છે. જોકોવિચ
સૌથી વધારે વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારો ખેલાડી છે.
જોકોવિચ
હવે ઈતિહાસ રચવાની કગારે પહોંચી ગયો છે. જોકોવિચના નામે પુરુષ એકલ વર્ગમાં સૌથી વધારે
ખિતાબનો રેકોર્ડ છે. જોકોવિચથી વધારે પુરુષોમાં કોઈએ ખિતાબ જીત્યા નથી. આવી જ રીતે
ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટે પણ 24 ખિતાબ જીત્યા છે. હવે જો જોકોવિચ ઓસ્ટ્રેલિયન
ઓપન જીતશે તો માર્ગરેટ કોર્ટને પણ પાછળ છોડી દેશે.