- ફાઇનલ મુકાબલામાં નંબર-1 ખેલાડી આર્યના સબાલેંકાને 6-4, 4-6 અને 6-4થી હરાવી
મેલબોર્ન,
તા. 31 ઃ કજાકિસ્તાનની ટેનિસ ખેલાડી એલિના રાયબાકિનાએ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી
લીધો છે. મહિલા એકલ વર્ગના ફાઇનલ મુકાબલામાં રાયબાકિનાએ બેલારુની આર્યના સબાલેંકાને
ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવી હતી. રાયબાકિનાએ ખિતાબી મુકાબલો 6-4, 4-6 અને
6-4થી પોતાનાં નામે કર્યો હતો. આ ખેલાડીએ પહેલી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ જીત્યો છે.
ફાઇનલમાં હારની સબાલેંકા દુનિયાની નંબર વન ટેનિસ ખેલાડી છે અને બે વખત ઓસ્ટ્રેલિયન
ઓપન ખિતાબ જીતી ચૂકી છે.
રાયબાકિનાએ
પોતાનો સેમિફાઇનલ મુકાબલો જેસિકા પેગુલા સામે 6-3, 7-6થી જીત્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં
તેણે ઈગા સ્વિયાતેક સામે 7-5, 6-1થી શાનદાર જીત નોંધાવી હતી. ચોથા રાઉન્ડમાં રાયબાકિનાએ
જર્મનીની એલિસ મર્ટેંસને સરળતાથી 6-1, 6-3થી હરાવી હતી. આ ઉપરાં ત્રીજા રાઉન્ડનો મુકાબલા
પણ આરામથી 6-2, 6-3થી પોતાનાં નામે કર્યો હતો.
બીજી તરફ સબાલેંકાએ સેમિફાઇનલ મુકાબલામાં એલિના સ્વિતોલિનાને સીધા મુકાબલામાં 6-2, 6-3થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં 6-3, 6-0થી જીત મળી હતી. તેણે અમેરિકાની યોવિચને હરાવી હતી. ચોથા રાઉન્ડમાં કેનેડાની વિક્ટોરિયા એમબોકો સામે 6-1, 7-6થી અને ત્રીજા રાઉન્ડમાં અનાસ્તાસિયા પોટાપોવાને 7-6, 7-6થી હરાવી હતી