નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનાં નવમા બજેટમાં ત્રણ કર્તવ્ય ઉપર કર્યું ધ્યાન કેન્દ્રિત : ઉત્પાદકતા, પ્રતિસ્પર્ધા વધારવા, લોકોની આકાંક્ષા અને ક્ષમતા વધારવા અને સૌનો સાથ, સૌનો વિકાસ જાળવી રાખવા ઉપર ભાર
નવીદિલ્હી,
તા.1: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું વિક્રમી સતત નવમું અને નાણાકીય વર્ષ
2026-27 માટે રૂ. 53,47,315 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં વૈશ્વિક પડકારો સામે
અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા સાથે વિકસિત ભારત તરફ આગળ વધવા માટે ઉત્પાદન, આર્થિક તથા
સામાજિક પાયાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. 17,14,523 કરોડના મૂડી ખર્ચનું લક્ષ્ય રાખવામાં
આવ્યું છે. કર્તવ્ય ભવનમાં તૈયાર કરવામાં આવેલું આ બજેટ ત્રણ કર્તવ્યથી પ્રેરિત હોવાનું
તેમણે જણાવ્યું હતું. જેમાં પહેલું કર્તવ્ય ઉત્પાદકતા, પ્રતિસ્પર્ધા વધારવા, વૈશ્વિક
ઉથલ-પાથલ વચ્ચે સ્થિરતા અને વિકાસ જાળવી રાખવાનું છે. જ્યારે બીજું કર્તવ્ય ભારતને
સમૃદ્ધિના પથ ઉપર ભાગીદાર બનાવવા માટે લોકોની આકાંક્ષા પૂરી કરવા અને તેમની ક્ષમતા
વધારવાનું છે. ત્રીજું કર્તવ્ય સૌનો સાથ અને સૌનો વિકાસનાં સૂત્ર આધારિત છે. જેમાં
પ્રત્યેક પરિવાર, સમુદાયની ક્ષેત્રીય સંસાધનો,
સુવિધાઓ અને અવસર સુધી પહોંચ ઉપલબ્ધ કરાવવાનો છે.
બજેટમાં
વ્યક્તિગત આવકવેરાના દરોમાં કોઈ રાહત આપવામાં આવી નથી, પરંતુ ઉદ્યોગો પર લાગુ થતો ન્યૂનતમ
વૈકલ્પિક કર (મેટ) 15 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવ્યો છે. રોકાણકારો અને આયાતકારો
માટે પ્રક્રિયા અને અનુપાલન સરળ બનાવવા માટે વિસ્તૃત પગલાંની જાહેરાત કરવામાં આવી છે.
નાણાંમંત્રીએ
પોતાનાં એક કલાક 25 મિનિટનાં ભાષણમાં કહ્યું હતું કે, મૂડી ખર્ચ વધારવા છતાં રાજકોષીય
ખાધને જીડીપીના 4.3 ટકા સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્તમાન
નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ બજેટ અનુમાનના 4.5 ટકાની સામે 4.4 ટકા રહી છે.
નાણામંત્રીએ
વર્તમાન નાણાકીય વર્ષથી ઋણને જીડીપીની સરખામણીમાં મર્યાદિત રાખવાની યોજના અંતર્ગત
2030-31 સુધી ઋણ-જીડીપી પ્રમાણને આશરે 50 ટકા
સુધી લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે 2026-27માં 55.6 ટકા રહેવાનો અંદાજ છે. તેમણે
જણાવ્યું કે સરકારી ઋણ ઘટવાથી પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોને વધુ ઋણ ઉપલબ્ધ થશે, સરકાર
પર વ્યાજનો બોજ ઘટશે અને ઉત્પાદન વધારવામાં મદદ મળશે.
નાણામંત્રીએ
પોતાના બજેટ ભાષણમાં 16મી નાણાં પંચના અહેવાલને સ્વીકારવાની જાહેરાત કરી અને કહ્યું
કે કેન્દ્રની વિભાજ્ય આવકમાં રાજ્યોનો હિસ્સો 41 ટકા યથાવત્ રહેશે.
તેમણે
જણાવ્યું કે, વૈશ્વિક પડકારો હોવા છતાં ભારતનો વિકાસ દર સાત ટકાની આસપાસ જ રહ્યો છે,
જેનાં કારણે સરકાર વિકાસ અને કલ્યાણ માટે સંસાધનો એકત્ર કરવામાં સફળ રહી છે. તેમણે
કહ્યું કે ભારતને વૈશ્વિક બજારો સાથે જોડાયેલા રહેવું પડશે જેથી દેશને નિકાસ બજારો,
વિદેશી મૂડી અને ટેક્નોલોજીનો લાભ મળતો રહે.
સરકાર
પર વિશ્વાસ જાળવી રાખવા બદલ તેમણે જનતાનો આભાર માન્યો અને કહ્યું કે અમારું લક્ષ્ય
લોકોની આશાઓને સાકાર કરવાનું છે તથા આર્થિક વિકાસને યુવાનો, ખેડૂતો, ગરીબો, મહિલાઓ
અને સમાજના અન્ય જરૂરિયાતમંદ વર્ગો સુધી પહોંચાડવાનું છે.
નાણામંત્રીએ
નીતિઓ અને કાર્યક્રમોમાં સુધારાઓ માટે સરકારની પ્રતિબદ્ધતા રેખાંકિત કરતા જણાવ્યું
કે ગયા ઓગસ્ટમાં વડાપ્રધાનના સ્વતંત્રતા દિવસનાં ભાષણ બાદ જીએસટી સહિત 350થી વધુ સુધારાઓ
અમલમાં મૂકવામાં આવ્યા છે. આર્થિક વૃદ્ધિને ઝડપી બનાવવા માટે બાયો-ફાર્મા, સેમીકન્ડક્ટર,
ઇલેક્ટ્રોનિક ઘટકો, દુર્લભ ખનિજો અને કાપડ જેવાં ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા નવી પહેલોની
જાહેરાત કરવામાં આવી છે.
તેમણે
200થી વધુ પરંપરાગત ઔદ્યોગિક સંકુલોનાં પુનરોત્થાન અને ચાર નવા આર્થિક ક્ષેત્રોના વિકાસનો
પ્રસ્તાવ પણ કર્યો. સાથે જ તેમણે જણાવ્યું કે મૂડીગત સાધનોનાં નિર્માણમાં ક્ષમતા નિર્માણ
હેતુથી જાહેર ઉપક્રમોની સહાયથી બે સ્થળે હાઇટેક ટૂલ રૂમ બનાવવામાં આવશે, જ્યાં ઓછી
કિંમતમાં ઉચ્ચ ચોકસાઈવાળા ઘટકોની ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદન કરવામાં આવશે. ઉત્પાદન
અને પાયાની સુવિધા ક્ષેત્ર માટે સાધન નિર્માણ માટે પણ એક યોજના જાહેર કરવામાં આવી છે.
નાણામંત્રીએ
ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પાયાની સુવિધાઓના વિકાસ માટે પશ્ચિમ બંગાળના દાનકુનીથી
ગુજરાતના સુરત સુધી નવા માલ પરિવહન કોરિડોરની તેમજ બનારસ અને પટણામાં આંતરિક જળમાર્ગો
માટે જહાજ નિર્માણ સુવિધાઓ સ્થાપવાની જાહેરાત કરી હતી.
વીજળી,
સ્ટીલ, એલ્યુમિનિયમ અને કાપડ જેવાં ક્ષેત્રોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે રૂ.
2000 કરોડના ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બજેટમાં નવી રાષ્ટ્રીય ફાઇબર યોજના
શરૂ કરવાની, હસ્તકલા અને હથકરઘા ક્ષેત્ર માટે સમસ્ત યોજનાનો વિસ્તાર કરવાની અને ખાદી
ગ્રામોદ્યોગ માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સૂક્ષ્મ,
લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે નાણાકીય સહાય સરળ અને સુલભ બનાવવા માટે અનેક પહેલોની પણ
જાહેરાત કરવામાં આવી છે.
બેન્કિંગ
ક્ષેત્રને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ રચવાની જાહેરાત
કરવામાં આવી છે. તેમાં પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને ગ્રામિણ વિદ્યુત નિગમનાં પુનર્ગઠનનો
પ્રસ્તાવ પણ સામેલ છે. નગરપાલિકાઓને વિકાસ માટે નાણાં એકત્ર કરવામાં મદદરૂપ થવા માટે
રૂ. 1000 કરોડ સુધીના મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ પર રૂ. 100 કરોડની પ્રોત્સાહક રકમ આપવાની
જાહેરાત કરવામાં આવી છે. રૂ. 200 કરોડ સુધીના આવા ઇશ્યૂ માટેની હાલની પ્રોત્સાહન યોજના
યથાવત્ રહેશે.
બીજાં
કર્તવ્ય હેઠળ સેવા ક્ષેત્રને નવો આયામ આપવા માટે અનેક પહેલોની જાહેરાત કરવામાં આવી
છે, જેમાં શિક્ષણ, કુશળતા વિકાસ, આરોગ્ય સેવા, પશુચિકિત્સા, મોટા મહાનગરોની નજીક પાંચ
નવા યુનિવર્સિટી ટાઉનશિપ, ગણિત અને વિજ્ઞાન ભણતી વિદ્યાર્થિનીઓ માટે દરેક જિલ્લામાં
એક હોસ્ટેલ, ખગોળવિજ્ઞાન માટે નવી વેધશાળાઓ, પ્રવાસ માર્ગદર્શકોનાં તાલીમ માટે 20 કેન્દ્રો,
ડિજીટલ નોલેજ હબ તથા 50 પુરાતાત્ત્વિક સ્થળોના વિકાસ અને સંવર્ધનનો સમાવેશ થાય છે.
ત્રીજાં
કર્તવ્ય હેઠળ મહિલાઓ, ખેડૂતો, દિવ્યાંગજન, અન્ય વંચિત વર્ગો તેમજ ઉત્તરપૂર્વી રાજ્યો
માટે વિવિધ પહેલોની જાહેરાત કરવામાં આવી છે. માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે
ઉત્તર ભારતમાં એક નવું નિમહાન્સ સંસ્થાન સ્થાપવાનું અને રાંચી તથા તેજપુરના રાષ્ટ્રીય
માનસિક સ્વાસ્થ્ય સંસ્થાનોને પ્રાદેશિક શ્રેષ્ઠ સંસ્થાઓ તરીકે અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ
મૂકવામાં આવ્યો છે.
બજેટમાં
50 ટકા જિલ્લા હોસ્પિટલોમાં ઇમરજન્સી મેડિકલ તથા ટ્રોમા સેન્ટરની સુવિધાઓ સ્થાપવાનો
પણ પ્રસ્તાવ છે. દિવ્યાંગ સહારા યોજના હેઠળ ભારતીય કૃત્રિમ અંગ ઉત્પાદન નિગમને તેની
ઉત્પાદન ક્ષમતાનાં વિસ્તરણ તથા સંશોધન અને વિકાસ માટે સહાય આપવામાં આવશે. સીતારમણે
અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં બૌદ્ધ સર્કિટના વિકાસ
માટે યોજના જાહેર કરી છે.
યુવાનોને
ઊડવા આભ આપતુ બજેટ : મોદી
નવી
દિલ્હી, તા. 1 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક અને દેશહિતનું લેખાવી બજેટને વધાવી
લીધું હતું. મોદીએ કહ્યું હતું કે, આજનું ભારત ‘સુધારા એકસપ્રેસ’ પર સવાર છે.
બજેટથી
નવી ઊર્જા અને ગતિ મળશે. સાથે આત્મનિર્ભર ભારતને ઉડાન મળશે. દેશના સૂક્ષ્મ, લઘુ, મધ્યમ
સાહસો (એમએસએમઈ)ને વ્યાપક સમર્થન અપાયું છે તેવું તેમણે કહ્યું હતુ.
વડાપ્રધાને
જણાવ્યું હતું કે, આજે રજૂ થયેલાં બજેટમાં નારીશક્તિનું પ્રતિબિંબ દેખાય છે.
મોદીએ
કહ્યું હતું કે, સિમાચિહ્નરૂપ સુધારા કરાયા છે. તે આકાંક્ષાઓથી ભરેલા છે. ભારતના સાહસિક
પ્રતિભાશાળી યુવાનોને ઊડવા માટે ખુલ્લું આકાશ આપે છે. આ બજેટ ભરોસા પર આધારિત શાસન
અને માનવ કેન્દ્રિત આર્થિક ઢાંચાનું વિઝન વતાવે છે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, આ એક ખાસ બજેટ છે, જે સરકારી ખજાનાની ખોટ ઘટાડવા અને મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપે
છે.
વડાપ્રધાને
કહ્યું હતું કે, આ બજેટમાં ઊભરતા ઉદ્યોગોને જે મજબૂતી સાથે પીઠબળ પૂરું પડાયું છે તે
અભૂતપૂર્વ છે. બજેટ 2047ના ‘િવકસિત ભારત’ની આપણી ઊંચી ઉડાનનો મજબૂત આધાર છે તેવું તેમણે
જણાવ્યું હતું.
નોકરિયાત
વર્ગ માટે શું?
હ ઈન્કમ ટેક્સ સ્લેબ અને દરોમાં કોઈ ફેરફાર
કરવામાં આવ્યો નથી.
હ નવી ટેક્સ રિજીમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન
રૂા. 75,000 પર જ યથાવત રાખવામાં આવ્યું
હ કર્મચારી ભવિષ્ય નિધિ માટે અનિવાર્ય પગાર
મર્યાદા રૂા. 15,000થી વધારીને રૂા. 25,000 કરવામાં આવી.
હ એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઈઝિસ
સમિતિ બનાવવામાં આવશે.
હ એઆઈ સહિતની ઉભરતી ટેક્નોલોજીની રોજગાર પર
પડતી અસરનું મૂલ્યાંકન કરીને ભલામણો આપશે.
હ નાના ઉદ્યોગ સાહસિકોની મદદ માટે રૂા. 10,000
કરોડનું ફંડ બનાવવામાં આવશે.
મહિલાઓ
માટે શું?
હ મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા
માટે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રિન્યોર એટલે કે એસએચઈ-માર્ટ સ્થાપિત કરાશે.
હ દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ
બનાવવામાં આવશે.
હ મહિલા સુરક્ષા માટેના માળખાગત સુવિધાઓ અને
સીસીટીવી નેટવર્કને વધુ મજબૂત કરવા માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો.
હ સાયન્સ, ટેક્નોલોજી, એન્જાનિયારિંગ અને મેથેમેટિક્સમાં
મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ફંડ બનાવવામાં આવશે.
હ મહિલાઓના સ્વાસ્થ્ય માટે વિશેષ આયુર્વેદિક
સંભાળ કેન્દ્રો ખોલવામાં આવશે.
યુવાનો
માટે શું?
હ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજી,
મુંબઈની મદદથી 15,000 સેકન્ડરી શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ ખૂલશે.
હ એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગામિંગ અને
કોમિક સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ યુવાનોને નોકરી મળશે.
હ નેશનલ ડેસ્ટિનેશન ડિજિટલ નોલેજ ગ્રીડ સ્થાપિત
કરવામાં આવશે.
હ ગામિંગ સ્ટાર્ટઅપ્સને લોન આપવા માટે રૂા.
10,000 કરોડનું ફંડ બનાવવામાં આવશે.
હ ઈંઈંઝ અને ઈંઈંજમાં 10,000 નવી ટેક ફેલોશિપ
શરૂ થશે, જેમાં અઈં અને ડીપ-ટેક રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ખેડૂતો
માટે શું?
હ ખેતીને આધુનિક બનાવવા માટે મલ્ટીલેંગ્વેજ
એઆઈ ટૂલ ‘ભારત વિસ્તાર’ લોન્ચ કરવામાં આવશે.
હ આગામી એક વર્ષમાં 6 કરોડ ખેડૂતો અને તેમની
જમીનની માહિતી ‘િડજિટલ રજિસ્ટ્રી’માં સામેલ કરવામાં આવશે.
હ 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા
માટે 10,000 કેન્દ્રો સ્થાપવામાં આવશે.
હ મત્સ્યપાલન માટેનું બજેટ વધારીને રૂા. 2,352
કરોડ કરવામાં આવ્યું છે.
હ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી
રૂા. 6,000ની વાર્ષિક સહાય યથાવત રાખવામાં આવી છે, જેનાથી 11.8 કરોડ ખેડૂતોને લાભ મળતો
રહેશે.