- ઓપરેશન ત્રાશી-1 હેઠળ સુરક્ષા દળોએ દુર્ગમ વિસ્તારમાં જૈશના આતંકીઓને ઘેર્યા
શ્રીનગર,
તા. 31 ઃ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં બરફથી ઢંકાયેલી ઊંચી પર્વતમાળામાં સુરક્ષા દળો
દ્વારા એક મહત્ત્વનું ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો દુર્ગમ, ખતરનાક અને કઠિન
વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને ખદેડી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અનુસાર આ કાર્યવાહી
ક્ષેત્રમાં ચાલી રહેલા કાઉન્ટર ટેરર ઓપરેશન ‘ઓપરેશન ત્રાશી-1’નો હિસ્સો છે. ઓપરેશન
હેઠળ 14 દિવસની અંદર ચોથી વખત આતંકીઓને શોધી કાઢવામાં આવ્યા છે.
શનિવારે
સવાર સુધીમાં સુરક્ષા દળો ઓપરેશન હેઠળ ડોલગામ ક્ષેત્રમાં આતંકીઓની ખૂબ જ નજીક પહોંચી
ગયા હતા. આતંકીઓને સૈનિકોને જોઈને ગોળીબાર કર્યો હતો. જેનાં કારણે સુરક્ષા દળોએ પણ
સાવચેતી બતાવતા જવાબી કાર્યવાહી કરી હતી. વધુમાં આતંકીઓને ઘેરવા માટે વધારાની ટુકડી
પણ ઓપરેશન સ્થળે રવાના થઈ હતી. વ્હાઇટ નાઇટ કોર અનુસાર ગુપ્તચર એજન્સીઓને મળેલા તમામ
ઇનપુટને એકત્રિત કરીને ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે. ક્ષેત્રમાં ઘેરાબંધી પૂરી
રીતે લાગુ છે અને અભિયાન ચાલી રહ્યું છે. અધિકારીઓ અનુસાર 14 દિવસની અંદર ચોથી વખત
સુરક્ષા દળોએ સક્રિય આતંકીઓને શોધી કાઢÎા છે. આ સ્થિતિ ક્ષેત્રમાં રહેલા આતંકી સમૂહ
દ્વારા સતત થઈ રહેલી આતંકવાદી ગતિવિધિ ઉપર ઈશારો કરે છે.