પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદે ફેન્સિંગનું કામ શરૂ થયાના સમાચાર તો જૂના થઈ ગયા. રાજ્યમાં ઘણું બદલાઈ રહ્યું છે, બદલાશે. જે વાતો ચૂંટણી પૂર્વે આવી હતી અને હજી પણ ફેલાય છે તે જોતાં બંગાળમાં ઘૂસણખોરોનું પ્રમાણ સૌથી વધારે હતું. હમણા તો ગુજરાતમાં અનધિકૃત રીતે વસતા બાંગ્લાદેશીઓને પણ પકડી પાડવામાં આવ્યા. આ સંદર્ભે બનેલી વિશિષ્ટ સમિતિ સાથે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે બેઠક યોજીને જરૂરી નિર્દેશ આપ્યા, તેના ઉપરથી સમજી શકાય કે કેન્દ્ર સરકાર હવે આ મુદ્દે કેટલી ગંભીર છે.
છેલ્લા
કેટલાક દાયકાથી દેશમાં આ સમસ્યા ગંભીર છે. સરહદી રાજ્યો-જિલ્લાઓમાં ઘૂસણખોરોની સંખ્યા
વધવાને લીધે સામાજિક પરિવેશ બદલાઈ રહ્યો છે. પૂર્વોત્તરના રાજ્યો અને પશ્ચિમ બંગાળ
આ સ્થિતિનો ભોગ વધારે બન્યાં છે. તેનો અર્થ એ નથી કે અન્ય રાજ્યોમાં સ્થિતિ સાવ સારી
છે તે ચિત્ર જોતાં હવે કેન્દ્ર સરકાર આ મુદ્દે ગંભીર બને તે સ્વાભાવિક પણ છે, જરૂરી
પણ છે. બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરો આવે છે તેના અસરગ્રસ્ત રાજ્યોમાં ઝારખંડ પણ છે, બિહાર
પણ છે. રાહિંગ્યા ઘૂસણખોરો હૈદરાબાદથી લઈને જમ્મુ સુધી
ફેલાયા
છે.
પશ્ચિમ
બંગાળ નવી સરકારે જે પગલાં લીધા તેમાં અને તે પછી ગુજરાતમાં જે ઓપરેશન થયા તે જોતાં
ઘૂસણખોરોને આઈડી પ્રૂફ સહિતની સવલતો મળી જાય છે. પાસપોર્ટ સહિતના દસ્તાવેજ તેમને પ્રાપ્ત
થઈ જાય છે. આ આખું એક નેટવર્ક છે. બંગાળ, આસામ, મેઘાલયમાં આવી રીતે બહારથી લોકોને લાવીને
વસાવવાનું ષડયંત્ર છે. બંગાળ તો બરાબર દેશના અન્ય હિસ્સાઓમાં પણ આ ઘૂસણખોરો ફેલાય છે.
ઘૂસણખોરીનો
પ્રશ્ન છે ત્યાં સુધી માનવીય અભિગમ કે માનવાધિકાર જેવી વિભાવનાઓનો અર્થ જ નથી. ત્યાં
તો સખત વલણ અપનાવવું પડે. દેશના ધન-ધાન્ય પૂરતી વાત સીમિત નથી, સાંસ્કૃતિક-પારંપરિક
બદલાવ પણ અગત્યનો છે. આસામમાં થયેલી ઘૂસણખોરીને લીધે સ્થાનિક સંસ્કૃતિ ઉપર જોખમ ઊભું
થયું, સરકારે એનઆરસીની જોગવાઈ કરી તેનું કારણ એ છે. દેશભરમાં કેટલા અનધિકૃત લોકો રહે
છે તે નક્કી કરવા માટે એનઆરસી કદાચ સારો વિકલ્પ છે. કેટલાક રાજ્યોમાં આ ઝુંબેશ ચાલે
છે, પરંતુ તેનાથી સંતોષ માની લેવાય નહીં. રાષ્ટ્રીય સ્તરે આવું કામ થવું જરૂરી છે.
દેશમાં
વસતા લોકો સાથે ભેદ ન હોવો જોઈએ, સંવિધાનની જોગવાઈ અનુસાર સૌને સંસાધનો ઉપર હક મળવો
જોઈએ, ધાર્મિક, અભિવ્યક્તિ સહિતની સ્વતંત્રતા પણ મળવી જ જોઈએ પરંતુ ઘૂસણખોરો માટે દયા-માયાનો
કોઈ અવકાશ નથી. જે સમિતિ સાથે ગૃહમંત્રીએ બેઠક કરી છે તે સમિતિ સરહદી વિસ્તારોનો સરવે
કરશે, એનઆરસી જેવાં પગલાં લેવા કે નહીં તે તો સરકાર નક્કી કરશે પરંતુ કોઈ પણ અંતિમ
નિર્ણય થાય તે પૂર્વે મ્યાંમાર, બાંગ્લાદેશ સહિતના દેશોમાંથી થતી ઘૂસણખોરી રોકવાને
તો પ્રાધાન્ય આપવું જ પડશે.