આજે ભારત બદલાવના મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે : મોદી
વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ ફ્રાન્સના નીસ શહેરમાં
સંયુક્ત રીતે ‘ભારત ઇનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું
પેરિસ,
તા.14: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાની યાત્રા પર છે, જ્યાં
ઋ-7 શિખર સંમેલન પહેલાં તેમણે ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન
સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં
બંને નેતાઓએ સંયુક્ત રીતે ’ભારત ઈનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ
દરમિયાન રાષ્ટ્રપ્રમુખ મેક્રોને પીએમ મોદીની જોરદાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે
ભારત અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં સૌથી આગળ નીકળી શકે
છે. નીસમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને
ભારતની ટેકનોલોજી ક્ષમતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હવે સવાલ એ નથી કે ભારત
ઈનોવેશન કરી રહ્યું છે કે નહીં, પરંતુ સવાલ એ છે કે ભારતની ભાગીદારી સાથે કોણ ઈનોવેશન
કરશે.
કાર્યક્રમને
સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દુનિયાના દેશો માત્ર વેપાર કે વહિવટી ભાગીદારી
કરે છે, પરંતુ ભારત અને ફ્રાન્સના સંબંધો એક સમાન વિઝન અને અતૂટ વિશ્વાસથી જોડાયેલા
છે. આ સંબંધો પરસ્પર હિતોથી પણ ઉપર છે. બંને દેશોએ સાથે મળીને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ
અને અઈં સંવાદ જેવા મંચ પર માનવતા સામેના વૈશ્વિક
પડકારોનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.